Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિક્રમ સોલરને ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’ની નેક્સ્ટ 500 કંપનીમાં સ્થાન મળ્યું

આ યાદીમાં સ્થાન મેળવનાર એક માત્ર સોલર મેન્યુફેક્ચરિંગ કંપની-ભારતને ક્લિન એનર્જી ક્ષેત્રમાં આગળ વધારવા વિક્રમ સોલરની મજબૂત પ્રતિબધ્ધતા

કોલકતા, ભારતની અગ્રણી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની વિક્મ સોલરને ફોર્ચ્યુન ઇન્ડિયાની નેક્સ્ટ 500 લિસ્ટ 2023માં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં ભારતની ઝડપથી વૃધ્ધિ પામતી મિડ સાઇઝ્ડ કંપનીઓને સ્થાન આપવામાં આવે છે.

આ અંગે ટિપ્પણી કરતા વિક્રમ સોલરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જ્ઞાનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ફોર્ચ્યુન ઇન્ડિયાની નેક્સ્ટ 500 યાદીમાં સ્થાન મેળવતા અમે ખુશી અનુભવીએ છીએ. આ સિધ્ધિ અમારા વિશ્વભરનાં ગ્રાહકો અને ગ્રીન એનર્જી પહેલની દિશામાં અમારી પ્રતિબધ્ધતાને પ્રમાણિત કરે છે.

તે ઇનોવેશનની દિશામાં અમારી ટીમના નિરંતર પ્રયાસનું સન્માન છે, જે હાઇ ક્વોલિટી પ્રોડક્ટ્સ અને ગ્રાહક કેન્દ્રીત અભિગમ ધરાવે છે. અમે ભારતને સાતત્યપૂર્ણ ભાવિ નિર્માણ કરવામાં અને ગ્લોબલ ક્લિન એનર્જી ટ્રાન્ઝિશન હાંસલ કરવાની અમારી પ્રતિબધ્ધતામાં મક્કમ છીએ. આ સન્માનથી અમારી ઊર્જામાં વધારો થયો છે અને ગ્રીન એનર્જી મિશન હાંસલ કરવામાં સરહદો પાર કરવા માટે પ્રોત્સાહિત થયા છીએ.”

ભારત તેનાં અક્ષય ઊર્જા લક્ષ્યાંકો હાંસલ કરવાનો અને લો-કાર્બન ઇકોનોમી બનવાનો ધ્યેય ધરાવે છે ત્યારે વિક્રમ સોલર આ પરિવર્તનની આગેવાની લેવામાં મહત્વની ભૂમિકા ભજવવા સુસજ્જ છે. જટિલ અને નવીન પ્રોજેક્ટ્સ તૈયાર કરવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતી વિક્રમ સોલરને વિશ્વાસ છે કે તે તેનાં હિતધારકોનું મૂલ્યવર્ધન કરવાનું ચાલુ રાખશે અને ક્લિન એનર્જીની તાકાતથી ભારતની ઊર્જા સલામતીની દિશામાં પ્રદાન કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers