Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ નિમિત્તે કાલુપુર રેલવે સ્ટેશન પર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ (વર્લ્ડ હેન્ડ હાઈજીન ડે) નિમિત્તે મેડિકલ વિભાગ અને જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશન ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જી.સી.એસ.હોસ્પિટલના માઈક્રોબાયોલોજીના ડો. અને તેમની ટીમ દ્વારા હાથની સ્વચ્છતા જાળવવા અને જંતુઓ અને રોગોથી બચવા માટે તમારા હાથને યોગ્ય રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. હાથ કેવી રીતે ધોઈ શકાય અને તેને જંતુમુક્ત બનાવવા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં રેલ્વેના આરપીએફ વિભાગના કર્મચારીઓ, રેલ્વે સ્ટેશનના કેટરીંગ વેન્ડરો, સ્ટેશન પર કામ કરતા કુલીઓ અને યાત્રીઓને તેના વિશે જણાવવામાં આવ્યું હતું. આ ક્રમમાં, સોમ લલિત સ્કૂલના વિદ્યાર્થી લક્ષ્ય અગ્રવાલે પણ લોકોને હાથ ધોવાની સાચી રીત અને તેના ફાયદા વિશે જણાવ્યું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં  કાલુપુર હેલ્થ યુનિટના આલોક અગ્રવાલ અને કવિતા મેનન, મુખ્ય આરોગ્ય નિરીક્ષક અને તેમની ટીમ અને જીસીએસ હોસ્પિટલના જનસંપર્ક અધિકારી સરફરાઝ મન્સૂરીનો પ્રશંસનીય ફાળો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers