Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બીજા લગ્ન બાદ ૪૦ વર્ષની ઉંમરે મા બનશે દલજીત કૌર?

મુંબઈ, બીજા લગ્ન કર્યા બાદ દલજીત કૌર કેન્યામાં સ્થાયી થઈ ગઈ છે. તેણે ૧૮મી માર્ચે બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે મુંબઈના ગુરુદ્વારામાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સાદગીથી સાત ફેરા લીધા હતા. આ પહેલા તે શાલિન ભનોત સાથે બંધનમાં બંધાઈ હતી અને ૨૦૧૫માં ડિવોર્સ થયા હતા. આ લગ્ન થકી થયેલો દીકરો જેડન તેની સાથે છે. બીજીવાર લગ્ન થયા બાદ તેની પ્રેગ્નેન્સી પર ઘણા સવાલ ઉઠી ચૂક્યા છે અને એક્ટ્રેસે તેના જવાબ પણ આપ્યા છે.

પતિ સાથે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તેની પાસે દીકરો અને નિખિલની બે દીકરી તેમ કુલ મળીને પહેલાથી જ ત્રણ બાળકો છે અને તેમની સાથે તે ખુશ છે. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પ્રેગ્નેન્સી વિશે વાત કરી રહી છે. દલજીત કૌર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને યૂટ્યૂબ પર પોતાની ચેનલ પણ ધરાવે છે. જેમાં તે પોતાના રૂટિન વિશે ફેન્સને જણાવતી રહે છે. હાલમાં તેણે વધુ એક વ્લોગ શેર કર્યો હતો, જેમાં પ્રેગ્નેન્સનીનો ઉલ્લેખ કર્યો હતો.

વીડિયોમાં તેણે પોતાના ચૂડા વિશે વાત કરતાં કહ્યું હતું કે, લોકોને લાગે છે કે તેણે પોતાનો ચૂડો કાઢી નાખ્યો પરંતુ તેવુ નથી. ‘મેં એક શો કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રેગ્નેન્સી પહેલા દુલ્હન પોતાના હાથમાંથી ચૂડો ઉતારતી નથી. તે ત્યારે જ ચૂડો કાઢી શકે છે જ્યારે તે મા બનવાની હોય, જેથી લોકોને સરળતાથી ખબર પડે કે તે પ્રેગ્નેન્ટ છે.

આ વાતથી નિક મને ચીડવતો રહે છે કે, આ ચૂડો નીકાળવા માટે તારે પ્રેગ્નેન્ટ થવું પડશે. હું કોઈ પ્રેગ્નેન્ટ નથી. અમારો કોઈ પ્લાન પણ નથી. તે માત્ર મને ચીડવતો રહે છે. આ માટે કોઈ ચાન્સ જ નથી. તે માત્ર મને ચીડવતો રહે છે. નિક ચૂડાને લઈને મારી મજાક ઉડાવતો રહે છે.

જણાવી દઈએ કે, દલજીત કૌર અને નિખિલ પટેલની મુલાકાત દુબઈમાં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં થઈ હતી. તેમના માટે પહેલી નજરનો પ્રેમ નહોતો. તેમણે પહેલા બાળકો પ્રત્યેના પ્રેમ વિશે વાત કરવાનું શરૂ કર્યું અને તેનાથી કનેક્ટ થયા હતા. ડેટિંગ કરવાનું શરૂ કર્યા બાદ જાન્યુઆરી ૨૦૨૩માં નિખિલ નેપાળ ટ્રિપ પર દલજીત સાથે ગયો હતો.

અહીંયા તેણે તેને પ્રપોઝ કર્યું હતું અને પરિવારની સમંતિ બાદ સગાઈ કરી લીધી હતી. માર્ચમાં લગ્ન કર્યા બાદ દલજીત અને નિખિલ હનીમૂન માટે બેંગ્કોક અને સિંગાપોર ગયા હતા. ત્યાંથી આવ્યાના બીજા જ દિવસે એક્ટ્રેસ દીકરા જેડન સાથે કેન્યા રવાના થઈ હતી. મુંબઈ છોડવું તેના માટે સહેજ પણ સરળ નહોતું.

કારણ કે, અહીંયા તેણે આજે તે જે છે તે બનવા માટેનો સંઘર્ષ કર્યો હતો. કેન્યા પહોંચ્યા બાદ પણ તે નર્વસ થઈ હતી. જાે કે, તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તે પ્રમાણે, પતિ નિખિલ તરફથી તેને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ જ્યારે તે નર્વસ થાય છે ત્યારે નિખિલ તેનો હાથ પકડી લે છે અને ચિંતા ન કરવા માટે કહે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers