Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં યોજાવાની શક્યતા

ભારતમાં ઓક્ટો.-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ યોજાશે

નવી દિલ્હી, ભારત આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારા વનડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ વર્લ્ડ કપને લઈને હવે મોટા સમાચાર આવી રહ્યા છે. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. India-Pakistan World Cup Match Ahmedabad

ભારત અને પાકિસ્તાનની મેચ જાેવા માટે ક્રિકેટ રસીકો હંમેશા ઉત્સાહી રહેતા હોય છે. આ બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ હાઈ વોલ્ટેજ હોય છે.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાેવા લોકો આતુર હોય છે ત્યારે આ બંને દોશો વચ્ચે વનડે વર્લ્ડ કપમાં મેચ અમદાવાદના નરેન્દ્ર મોદીમાં યોજાઈ શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ આ બંને દેશોની મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પસંદ કરી શકે છે. જાે કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સુત્રોના અહેવાલ મુજબ બીસીસીઆઈ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચની યજમાની સોંપવાનો ર્નિણય કરી શકે છે. આ સ્ટેડિયમમાં ૧ લાખ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે અને તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ પુરી થયા બાદ બીસીસીઆઈ વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે. જાે બધું બરાબર રહ્યું તો વર્લ્ડ કપ ૨૦૨૩ ૫ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.

આ મેગા ટુર્નામેન્ટ માટે ૧૨ સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ સહિત મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર અને ધર્મશાલાનો સમાવેશ થાય છે. આ મેદાનો પર પ્રેક્ટિસ મેચો પણ રમાવાની સંભાવના છે.

આ સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોસર પાકિસ્તાન તેની મોટાભાગની મેચ બેંગ્લોર અને ચેન્નાઈમાં રમી શકે છે. આ ઉપરાંત કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ત્રીજા સ્થળ તરીકે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાનના બાંગ્લાદેશી ચાહકોની મુસાફરીનું અંતર ઘટાડવા માટે આ ટીમની તમામ મેચો કોલકાતા અને ગુવાહાટીમાં યોજવામાં આવી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી વન-ડે મેચ વર્લ્ડ કપ ૨૦૧૯માં રમાઈ હતી. ત્યારથી બંને ટીમો વન-ડે ફોર્મેટમાં સામસામે રમી શક્યા નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers