Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જમીનમાંથી નીકળ્યા ૨૦૦૦ વર્ષ જૂના 175 ચાંદીના સિક્કા

નવી દિલ્હી, આ સિક્કા ૮૨ બીસીના હોવાનું કહેવાય છે, જે વર્ષમાં જનરલ લુસિયસ કોર્નેલિયસ સુલ્લાએ તેના દુશ્મનો સામે રોમન પ્રજાસત્તાકના નેતાઓ સાથે લોહિયાળ યુદ્ધ લડ્યું હતું, જેમાં તે વિજયી થયો હતો અને બાદમાં તે દેશનો એક સરમુખત્યાર શાસક બન્યો હતો.

પુરાતત્વવિદોનું માનવું છે કે કોઈ સૈનિકે જંગલમાં સિક્કા છુપાવ્યા હોવા જાેઈએ. મળી આવેલા ૨૦૦ સિક્કાઓમાં પુરાતત્વવિદોને ઝીણવટભરી તપાસમાં ૧૭૫ સિક્કા ચાંદીના હોવાનું જાણવા મળ્યું હતું. તેણે તેને સુરક્ષિત રાખવા માટે જમીનમાં સંતાડી દીધું હોવું જાેઈએ, પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હોવો જાેઈએ.

પુરાતત્વવિદોએ જણાવ્યું કે આ મળી આવેલા સિક્કાઓની કિંમત વર્તમાન બજારમાં હજારો ડોલર જેટલી છે. આ સિક્કા ઈટાલીના ટસ્કનીમાં લિવોર્નોના જંગલમાંથી મળી આવ્યા છે. યુકેની ન્યુકેસલ યુનિવર્સિટીમાં ક્લાસિક્સ અને પ્રાચીન ઇતિહાસના વડા અને ઇતિહાસકાર ફેડરિકો સેન્ટેન્જેલોએ જણાવ્યું હતું કે શક્ય છે કે

આટલા સિક્કા કોઈ વેપારી દ્વારા છુપાવવામાં આવ્યા હોય. જાે કે, સ્ટેન્ગેલો આ શોધમાં સામેલ ન હતો. સંશોધકોને ૨૦૨૧ માં માટીના વાસણમાં કેટલાક સિક્કા પણ મળ્યા હતા, પરંતુ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થઈ ત્યાં સુધી તે બહાર આવ્યા ન હતા. આ જૂથના સભ્યોને ટસ્કનીના જંગલોમાં સિક્કાઓનો ખજાનો મળી આવ્યા બાદ તાજેતરમાં તે ખુલ્લું પડી ગયું હતું.

તપાસમાં જાણવા મળ્યું કે અગાઉ મળેલા સિક્કા ૧૫૭ અથવા ૧૫૬ બીસીના છે, જ્યારે પાછળથી મળેલા સિક્કા ૮૩ કે ૮૨ બીસીના છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers