Western Times News

Gujarati News

આ વર્ષે ચોમાસુ રાબેતા મુજબ ૧૫ જૂનથી શરુ થશે તેવી આગાહી

૧૦-૧૧મેના રોજ ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે

અમદાવાદ,  ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. જેને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. પરંતુ જાે તમે ચોમાસાની કાગડોળે રાહ જાેતા હોય તો એક સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના શુભ સંકેત આપ્યા છે. તો અંબાલાલ પટેલે કહ્યું આ વર્ષે ચોમાસુ તેના નિયત સમયે એટલે કે ૧૫ જૂનથી શરુ થશે.

આગાહીકાર અંબાલાલ પટેલ ગરમી અને કમોસમી વરસાદ વચ્ચે હવે ચોમાસાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, હાલ વાતાવરણમાં પશુ, પક્ષી અને જીવજંતુઓની હલચલ ચોમાસા માટે સારા સંકેત છે. આગામી સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.

ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ આજથી શરૂ થયો છે. જાે કે આગામી સમયમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે ૮ મે થી ગુજરાતમાં ગરમીનો વરતારો અનુભવાશે. આગામી ૧૦-૧૧ મે થી ચક્રવાત રોદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેમાં આણંદ અને વડોદરામાં ગરમી વધશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસુ નિયમ સમયે એટલે કે ૧૫ જૂનથી શરૂ થઈ જશે. હવામાનમાં ધીમે-ધીમે ભેજનું પ્રમાણ વધશે અને વાદળો સ્થિર થયા બાદ ચોમાસાની શરુઆત થશે, હાલ ચોમાસાના ચિહ્નો સારા જણાઈ રહ્યા છે.

જાેકે, ચોમાસાની શરુઆત પહેલા આંધી-વંટોળ આવવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. ચોમાસા પહેલાના જે ચિહ્નો દેખાય છે તે સાનુકૂળ જણાઈ રહ્યા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે.આમ, જાે ચોમાસું નિયત સમયે શરૂ થશે તો ખેડૂતોને પણ રાહત મળશે.

તો બીજી તરફ, હવે કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં સખત ગરમી પડી શકે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં સખત ગરમી પડશે, કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પણ જઈ શકે છે.

તો હવામાન વિભાગે પણ જણાવ્યું કે, સોમવારથી વાતાવરણમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે. ૯ મે થી અમદાવાદમાં યેલો અલર્ટની આગાહી કરાઈ છે. ત્યાર બાદ તાપમાનમાં ૩-૪ ડિગ્રી તાપમાન વધશે. આગામી સમયમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.