Western Times News

Gujarati News

વૃધ્ધ મહિલાને ભોળવી રીક્ષામાં બેસાડી ગળામાં પહેરેલી ચેઇનની ચોરનાર ટોળકી ઝબ્બે

ઘાટલોડીયા કે.કે.નગર વિસ્તારમાં રસ્તે જતા વૃધ્ધ મહિલાને ભોળવી ઓટો રીક્ષામાં બેસાડી મહિલાની નજર ચુકવી ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચોરી કરનાર ટોળકીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. ઝોન-૧

અમદાવાદ શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી પ્રેમવિર સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓએ માર્ગદર્શન આપેલ હોય

તેમજ ગત તા.૦૬/૦૫/૨૦૨૩ ના સવારના કલાક ૧૦/૩૦ વાગ્યેના સુમારે ધાટલોડીયા કે.કે.નગર મુરલીધર ડેરી પાસે પેસેન્જર રીક્ષા લઇ આવેલ ટોળકીએ એક વૃધ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી ટોળકીએ વૃધ્ધ મહિલાના ગળામાં રહેલ જીણી આંકડી વાળી સોનાની ચેઇન નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલાનો બનાવ બનેલ હોય જેથી

આ ચોરીના બનાવ બાબતે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૦૬/૦૫/૨૦૨૩ ના રોજ પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૪૨૩૦૧૪૯/૨૩ પી. ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી ઓટો રીક્ષામાં પેસેન્જરોને બેસાડી દાગીનાની ચોરી કરતી ટોળકીને પકડી પાડવા સારૂ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓએ જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય

જે માર્ગદર્શન તથા જરૂરી સુચના આધારે એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા નાઓ સાથેના એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત ચોરીના બનાવ બાબતે બનાવ વાળી જગ્યાના તેમજ રૂટના CCTV ફુટેજ તપાસતા “ MY NAME IS લખન ” ના લખાણ વાળી ઓટો રીક્ષા લઇ આવી ચોરી કરનાર આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા સારૂ અમદાવાદ શહેર ઝોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફની સંયુક્ત બાતમી હકિકત આધારે ઉપરોક્ત સોનાના ચેઇનની ચોરી કરનાર આરોપી નં.(૧) નારાયણ સુરેશભાઇ પંડિત તથા નં.(૨) નિલમબેન ડો/ઓ સુરેશભાઇ પંડિત નાઓને ચોરી કરતી વખતે ઉપયોગમાં લિધેલ પીળા તથા

લિલા કલરની MY NAME IS લેખન ના લખાણ વાળી GO-01-TF-4494 નંબરની ઓટો રીક્ષા તથા નજર ચુકવી ચોરી કરેલ સોનાની ચેઇન મળી કુલ્લે કિ.રૂ.૨.૩૭.૨૨૫/- ની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડી CRPC ક.૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :- નં.(૧) નારાયણ સ/ઓ સુરેશભાઇ રામકિશોર પંડિત ઉ.વ.૨૨ ધંધો.રીક્ષા ડ્રાઇવર હાલ રહે.પ્રવિણભાઇ ઠાકોરના મકાનમાં જોગણી માં ના મંદિરની બાજુમાં, નારાયણ નગર વાસણા અમદાવાદ શહેર મુળ રહે.મ.નં.૧૧૧, મેલડીમાંના મંદિર પાસે મેલડીનગર સનાથલ ટોલ ટેક્ષ નાકાની સામે, એસ.પી.રીંગ રોડ સરખેજ અમદાવાદ તથા

નં.(૨) નિલમબેન ડો/ઓ સુરેશભાઇ રામકિશોર પંડિત ઉ.વ.૨૯ ૨હે.પ્રવિણભાઇ ઠાકોરના મકાનમાં જોગણી માં ના મંદિરની બાજુમાં, નારાયણ નગર વાસણા અમદાવાદ શહેર મુળ રહે.મ.નં.૧૧૧, મેલડીમાંના મંદિર પાસે, મેલડીનગર સનાથલ ટોલ ટેક્ષ નાકાની સામે એસ.પી.રીંગ રોડ સરખેજ અમદાવાદ

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- પિળા કલરના ધાતુની ચેઇન નંગ-૧ કિ.રૂ.૭૭,૨૨૫/- તથા અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ ની મૂલ્લે કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૩૭,૨૨૫/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ડિટેક્ટ કરવામાં આવેલ ગુન્હાની વિગત :- ઘાટલોડીયા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૪ ૪૨૩૦૧૪૯ ૨૩ ધી. ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ વિગત :- આ કામગીરીમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧, પો.સબ ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા તથા મ.સ.ઇ. જીવણભાઇ મેધજીભાઇ બ.નં.૭૫૫૦ તથા અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૯૨૫૪ તથા અ.હે.કો. સરદારસિંહ જેશીંગભાઇ બ.નં.૪૩૬૩ તથા

અ.હે.કો. અરવિંદભાઇ ડાયાભાઇ બ.નં.૪૯૧૭ તથા અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ બ.નં.૮૯૪૦ તથા અ.પો.કો. અમિતસિંહ શિવાભાઇ બ.નં.૪૪૪૧ તથા અ.પો.કો. વિશાલકુમાર પુંજાભાઇ બ.નં.૬૦૩૮ તથા અવુ.પો.કો. હેતલબેન વલ્લભભાઇ નાઓ વિગેરે એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.