Western Times News

Gujarati News

અભિનેતા સની દેઓલના પ્રેમમાં હતી અમૃતા સિંહ

મુંબઈ, બોલિવૂડ એક્ટર સની દેઓલ અને અમૃતા સિંહના પ્રેમની ચર્ચાઓ આજે પણ ઓછી નથી થઇ. બંનેએ પોતાની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ‘બેતાબ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી અને બંનેની જાેડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. Amrita Singh was in love with actor Sunny Deol

આ ફિલ્મમાં બંનેની જાેડીને દર્શકોએ પસંદ કરી હતી. બંનેએ એકબીજાને છૂપી રીતે પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ સની દેઓલ વિશે એક સત્ય જાણ્યા બાદ અમૃતા સિંહે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો, આ સંબંધ એ રીતે તૂટી ગયો કે અભિનેત્રીએ પોતાના પ્રેમને પબ્લિસિટી સ્ટંટ ગણાવી દીધો હતો.

અમૃતા સિંહ ૮૦ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી બની ગઈ હતી. તે પોતાની કારકિર્દીમાં એકથી વધુ ફિલ્મોમાં કામ કરી રહી હતી. પરંતુ સની દેઓલના પ્રેમમાં પડ્યા પછી પણ તેણે તેની કારકિર્દી પર તેની અસર પડવા દીધી નથી. બંનેનો પ્રેમ ગુપ્ત હતો. કોઈએ આગળ આવીને કંઈ કહ્યું નહીં.

અમૃતા સિંહ અને સની દેઓલની સુપરહિટ જાેડીએ બીજી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને તેમનો પ્રેમ અહીંથી જ પરવાન ચઢ્યો હતો. અમૃતાએ સની સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો.

પણ એ જમાનામાં એટલી સહેલાઈથી કોઈના વિશે જાણી શક્તું નહોતું. સોશિયલ મીડિયા તે સમયે નહોતું. તેમના પ્રેમ બાદ એક દિવસ એવું સત્ય સામે આવ્યું જેનાથી અમૃતા અજાણ હતી. દુનિયાથી બેખબર અમૃતા સની સાથે સોનેરી સપના વણવામાં વ્યસ્ત હતી. પરંતુ એક ફોટોએ બંનેના પ્રેમનો અંત લાવી દીધો હતો.

ફિલ્મ ‘બેતાબ’માં કામ કર્યા બાદ અમૃતા સિંહ અને સની દેઓલની નિકટતા વધવા લાગી હતી. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો શૂટિંગ દરમિયાન બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા હતા અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. અમૃતા ફિલ્મ ‘બેતાબ’ના સેટ પર સની સાથે ઘણો સમય પસાર કરતી હતી.

પરંતુ તે દિવસોમાં લોકોના રહસ્યો એટલી સહેલાઈથી બહાર આવતા ન હતા. અમૃતા પણ એક રહસ્યથી અજાણ હતી અને અભિનેત્રીએ મેગેઝીનમાં સની દેઓલના લગ્નનો ફોટો જાેયો અને અમૃતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના જીવનમાં જાણે વાવાઝોડું આવ્યું હોય. સનીના લગ્નની જાણ થતાં જ તેણે એક્ટરથી પોતાને અલગ કરી લીધી હતી.

તે સમયે તેમના સંબંધોનો અંત આવી ગયો હતો. ખરેખરમાં સની દેઓલની કારકિર્દી પર અસર ન થવી જાેઈએ, તેથી ધર્મેન્દ્રએ સનીના લગ્નને બધાથી ગુપ્ત રાખ્યા હતા. તે પોતાની ફિલ્મની રિલીઝ પહેલા સનીના લગ્નની વાત બહાર આવવા દેવા માંગતા ન હતા. જ્યારે અમૃતા અને સનીના અફેરના સમાચાર ઝડપથી ફેલાવા લાગ્યા ત્યારે ફિલ્મને પણ આ વાતનો ફાયદો થયો.

આ જ કારણ હતું કે જ્યારે અમૃતા સાથેના એક ઈન્ટરવ્યુમાં આ સંબંધ પર સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે તેણે તેમના સંબંધોને ફિલ્મ માટે પબ્લિસિટી સ્ટંટ તરીકે ગણાવી દીધો હતો. અમૃતા પોતાના કરિયરને લઈને ખૂબ જ ગંભીર હતી, તેણે આ વાતને તેના કરિયર પર અસર ન થવા દીધી. આ વાત પછી તેણીએ તેની કારકિર્દીમાં પ્રગતિ કરી હતી અને સનીથી અંતર જાળવી રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે સની દેઓલના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સનીની પત્નીનું નામ પૂજા દેઓલ છે. અભિનેતાએ પોતાના લગ્નની વાત બધાથી ગુપ્ત રાખી હતી. અભિનેતાના પિતા ધર્મેન્દ્ર આ વાતને બધાની સામે લાવવા માંગતા ન હતા જેથી તેમના પુત્રની ફિલ્મી કારકિર્દી પર ખરાબ અસર પડે. લગ્ન પછી પૂજા તે સમયે લંડનમાં અને સની ભારતમાં રહેતો હતો. જાેકે સની ફિલ્મોના વ્યસ્ત શેડ્યૂલમાંથી બ્રેક લઈને તેની મુલાકાત લેતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.