Western Times News

Gujarati News

આલિયા ગુસ્સો કરે તે પતિ રણબીરને જરાય નથી પસંદ

મુંબઈ, આલિયા ભટ્ટે હાલમાં જ મેટ ગાલા ૨૦૨૩ના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું અને બ્યૂટીફૂલ આઉટફિટને લઈને ચર્ચામાં રહી હતી. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ ડ્યૂટી નિભાવવાની સાથે-સાથે છેલ્લા એક વર્ષથી પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ વ્યસ્ત જાેવા મળી રહી છે.

પાંચ વર્ષના રિલેશનશિપ બાદ ગત વર્ષે એપ્રિલ મહિનામાં તેણે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં દીકરી રાહાને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસ અવારનવાર બંને વિશે વાતો કરતી રહે છે, જે તેના ફેન્સને પણ ગમે છે.

Husband Ranbir doesn’t like Alia getting angry

હાલમાં આલિયાએ પતિને તેની કઈ વાત પસંદ નથી અને ઘરમાં તેનું વર્તન કેવું હોય છે તેના વિશે ખુલાસો કર્યો હતો. આલિયા ભટ્ટે લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને કોઈ પણ કામ અધૂરું છોડવું ગમતું નથી અને જ્યારે કોઈ કામ અધૂરું રહી જાય છે ત્યારે તેને ગુસ્સો આવે છે. તેણે ઉમેર્યું હતું કે ‘કોઈ એવી વાત જે મને તરત જ ગુસ્સો અપાવે છે તો તે છે અધૂરું કામ. હું મારા ગુસ્સાને કાબૂમાં રાખવા માટે ઘણી મહેનત કરું છું કારણ કે મારો અવાજ ઊંચો જાય તે મારા પતિને જરાય ગમતું નથી.

તેમનું માનવું છે કે, આ વાત યોગ્ય નથી અને ત્યારે તમને નાખુશ હોવ ત્યારે પણ દરેક પ્રત્યે દયા દાખવવી જાેઈએ. રણબીર એકદમ શાંત છે. તે કોઈ પણ સ્થિતિમાં ગુસ્સે થતો નથી. તેનું મગજ સંત જેવું છે. ૨૦૨૨નું વર્ષ માત્ર પર્સનલ જ નહીં પરંતુ પ્રોફેશનલી રીતે પણ આલિયા ભટ્ટ માટે શાનદાર રહ્યું હતું.

થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અને આરઆરઆરને બોક્સઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો તો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ડાર્લિંગ્સમાં પણ તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. જાે કે, સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનેલી ગંગુબાઈ કાઠિયાવાડી હંમેશા તેના માટે ખાસ રહેશે. કારણ કે, આ તેના માટે પહેલી તેવી ફિલ્મ હતી જેમાં લીડ રોલમાં તે એકલી હતી.

તેણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘બોક્સઓફિસ પર ગંગુબાઈ કાઠિયાવાડી હિટ જતાં મને તેમા કામ કરવાનો કોઈ પસ્તાવો નથી. કારણ કે, મારા ડ્રીમ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે મારું પહેલું અસોસિએશન હતું. અમે સાથે મળીને તે કરી શક્યા તેની મને ખુશી છે. આલિયા ભટ્ટ ફિટનેસ ફ્રિક છે, દીકરી રાહાના જન્મના થોડા સમય બાદ પણ તે વર્કઆઉટ કરવા લાગી હતી.

તેનું કહેવું છે કે, એક્સર્સાઈઝ વગર તેના દિવસની શરૂઆત થતી નથી. તે પોતાને હંમેશા ફિટ રાખવામાં માને છે. આલિયા અને રણબીરની વાત કરીએ તો, અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. આલિયાને પહેલાથી જ રણબીર પર ક્રશ હતો. આ ફિલ્મના સેટ પર મળ્યા તે પહેલા આલિયાનું સિદ્ધાર્થ મલ્હોત્રા જ્યારે રણબીરનું કેટરીના કૈફ સાથે બ્રેકઅપ થયું હતું. સાથે કામ કરતી વખતે બંને ક્લોઝ આવ્યા હતા અને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

૨૦૨૨માં આખરે તેમણે સંબંધોને એક નવું નામ આપવાનું નક્કી કર્યું હતું. લગ્ન એક્ટરના ઘરમાં જ થયા હતા અને તેમાં માત્ર બંનેના પરિવારના સભ્યો તેમજ ક્લોઝ ફ્રેન્ડ્‌સને આમંત્રિત કરાયા હતા. વરઘોડો પણ બિલ્ડિંગની લોબીમાં નીકાળવામાં આવ્યો હતો. જે બાદ તેમણે રિસેપ્શન યોજ્યું હતું અને તેમાં પણ ગણ્યાં-ગાંઠ્‌યા લોકોને બોલાવ્યા હતા. બે મહિના બાદ કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને નવેમ્બરમાં રાહાનો જન્મ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers