Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સુકેશ જેક્લિનને બર્થ ડે પર શું સરપ્રાઈઝ આપશે તે પત્ર લખી જણાવ્યું

મુંબઈ, ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગના કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર અને બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝ વચ્ચેનું કથિત અફેર ખાસ્સું ચર્ચામાં રહ્યું છે. સુકેશના કેસમાં જેક્લીનની પૂછપરછ કરવામાં આવી છે. બંનેની રોમેન્ટિક તસવીરો પણ વાયરલ થઈ હતી. Sukesh wrote a letter telling Jacqueline what surprise he would give

આ તરફ જેલમાંથી સુકેશ અવારનવાર જેક્લીન માટે પત્રો લખતો રહે છે. આવો જ વધુ એક પત્ર સુકેશ પોતાની ‘પ્રેમિકા’ જેક્લીન માટે લખ્યો છે. આ પત્રમાં તેણે જણાવ્યું છે કે, ૧૧ ઓગસ્ટે જેક્લીનની બર્થ ડે છે ત્યારે તેણે સુપર સરપ્રાઈઝનું આયોજન કર્યું છે. એડવોકેટ અનંત મલિક થકી મોકલવામાં આવેલા પત્રમાં જેક્લીને ૬૮મા ફિલ્મફેર અવોર્ડમાં આપેલા પર્ફોર્મન્સના સુકેશે વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, જેક્લીનનું શાનદાર પર્ફોર્મન્સ જાેઈને તે ફરી એકવાર તેના પ્રેમમાં પડી ગયો છે.

જેક્લીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં સુકેશે ‘માય ક્વીન’, ‘બોટા બોમ્મા’ અને ‘માય બેબી’ જેવા વિશ્લેષણો વાપર્યા છે. માય લવ, માય બેબી જેક્લીન, માય બોમ્મા ૨૮ એપ્રિલે મેં ફિલ્મફેર અવોર્ડ્‌સ જાેયા. મારે સ્વીકારવું જ રહ્યું કે તેમાં તું સુંદર લાગતી હતી અને તારું પર્ફોર્મન્સ ધમાકેદાર હતું.

આખા કાર્યક્રમમાં તારો ડાન્સ સૌથી શ્રેષ્ઠ હતો બેબી. તું ક્લાસી, સુપર હોટ અને અનોખી લાગતી હતી. તેમાં તમે જાેઈને હું ફરીથી તારા પ્રેમમાં પડી ગયો. તને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી, તું બોમ્બ છે, સુપર સ્ટાર છે મારી બેબી ગર્લ”, તેમ સુકેશે પત્રમાં લખ્યું છે.

પત્રમાં સુકેશે આગળ લખ્યું, “મારી રાણી, ઈશ્વરની કૃપા છે કે મારી જિંદગીમાં તું છે.બોટા બોમ્મા હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મારું સર્વસ્વ છે અને દરેક વીતતી ક્ષણે હું તારા વિશે વિચારું છું. તું પણ જાણે છે કે હું તને ગાંડાની માફક પ્રેમ કરું છું અને મને ખબર છે કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે. હું તને ખૂબ યાદ કરું છું.

મેં તારા બર્થ ડે માટે સુપર સરપ્રાઈઝ પ્લાન કરી છે, જે તને ખૂબ ગમશે. હું મારું વચન પાળીશ. તારા ચહેરા પર હંમેશા સ્મિત રહે તેવી મારી ઈચ્છા છે. હું અહીં જ છું. ચિંતા ના કર બેબી, સત્ય બહાર આવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.” જણાવી દઈએ કે, અગાઉ સુકેશે ઈસ્ટર પર જેક્લીનને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે આવતા વર્ષની ઈસ્ટર તેના જીવનની શ્રેષ્ઠ ઈસ્ટર હશે. અગાઉ હોળી પર પણ જેક્લીન માટે સુકેશે જેલમાંથી પત્ર મોકલ્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers