Western Times News

Gujarati News

43 બાઈક ચોરનાર ગેંગના ત્રણ સુત્રધાર ઝડપાયા: ચોરેલી 27 બાઈકો મળી

સાબરકાંઠા-બનાસકાંઠામાંથી ચોરી કરેલી ર૭ બાઈક સહિત પોલીસે રૂ.૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો

હિંમતનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં મોટર સાયકલની ચોરી કરતા વ્યિીકત પોશીના તરફ આવી રહી હોવાની બાતમીના આધારે સાબરકાંઠા એલસીબી અને પોશીના પોલીસે વોચ ગોઠવી આંતરરાજય બાઈક ચોરીના ૪૩ ગુનાઓને અંજામ આપનાર ગેગના મુખ્ય ત્રણ સુત્રધારોને ઝડપી લીધા હતા.

પોલીસે ચોરી કરેલી ર૭ બાઈક સહીત રૂા.૯,૦૦,પ૩૬નોનો મુદામાલ રીકવર કરવામં સફળતા મેળવી હતી. બાઈક ચોરીના ગુનામાંસંડોવાયેલા વધુ ૭ વ્યકિતઓને ઝડપી લેવા મટોની કાર્યવાહી હાથ ધરીશ હોવાનું પોલીસે સુત્રોએ જણાવ્યું હતુું.
આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જીલ્લામાં બાઈક ચોરીના બનાવો વધી રહયા હતા

ત્યારે જીલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાએ બાઈક ચોરીના ગુનાને અંજામ આપતા વ્યકિતઓને ઝડપી લેવા માટેનો આદેશ કરતાં એલસીબી પીઆઈ એ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા પોશીના પોલીસ સ્ટેશનના પોકો કીરીટકુમાર કુણાલભાઈ અભીજીતસિંહ, તુષારભાઈ સંયુકત રીતે કામગીરી કરી હતી.

દરમ્યાન તા.૧-પ-ર૦ર૩ના રોજ પોશીીના નજીક અનારી પુલ નજીક રોડ પર વાહન ચેકીગની કાર્યવાહી કરી હતી. તે વખતે એલસીબી પીએસઆઈ એસ.જે. ચાવડા તથા પોશીના પીએસઆઈ પી.જે. દેસાઈને સંયુકત કરી બાતમી મળીી હતી. કે સાબરકાંઠા તથા બનાસકાંઠા જીલ્લામાં બાઈકની ચોરીઓ કરતા મુકેશ ચુના ગમાર રહે. ખણીગાઢી ચંદ્રાણા તા.પોશીના સીલારામ લસીયારામ બુબડીયા રહે. ખારાવાલી ફલા.તા. કોટડા છાવણી જી.ઉદેપુર

તથા લાલારામ હિરામ બુબડીયા રહે.વગરની પલ્સરને લઈને ત્રણેય વ્યકિતઓ આંજણીથી પલ્સર લઈને ત્રણેય આવી રહયા છે. આ બાતમીના આધારે ત્રણેય જણાંની પુછપરછ કતાં આ બાઈક ચોરીની ફરીયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોધાઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી આ ત્રણેયને પોશીના પોલીસ સ્ટેશનમાં લાવી વધુ પુછપરછ કરતાં બાઈક ચોરીના ગુનાઓનાં અંજામ આપતી ગેગ હોવાનું માલુમ પડયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.