Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિવાદોમાં ઘેરાયેલી “The Kerala Story”એ પાસ કર્યો મંડે ટેસ્ટ

મુંબઈ, અદા શર્માની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર એવી કમાણી કરી રહી છે જેની કોઈને અપેક્ષા નહોતી. કોઈ મોટો સ્ટાર ન હોવા છતાં પણ આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વિવાદોમાં ઘેરાયેલી ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને જે પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે, તે બોક્સ ઓફિસ પર ફિલ્મ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી, ફિલ્મના કલેક્શનમાં સતત ઉછાળો આવ્યો છે. The Kerala Story Box office

તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને લઈને હોબાળો વચ્ચે પણ ઘણી કમાણી કરતી જાેવા મળી રહી છે. શુક્રવારે ૮.૦૩ કરોડના કલેક્શન સાથે ફિલ્મે શાનદાર ઓપનિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બીજી તરફ શનિવારે ફિલ્મનું કલેક્શન વધીને ૧૧.૨૨ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

રવિવારે એટલે કે ત્રીજા દિવસે ‘ધ કેરળ સ્ટોરી’એ શરૂઆતના દિવસ કરતાં બમણી કમાણી કરી હતી. વીકેન્ડમાં સારી કમાણી કર્યા બાદ ફિલ્મની ખરી કસોટી સોમવારે એટલે કે, આવતીકાલે થવાની હતી. ટ્રેડ એનાલિસ્ટના મતે સોમવારે ફિલ્મના કલેક્શનમાં જાેરદાર ઘટાડો થઈ શક્યો હોત, પરંતુ એવું થયું નહીં.

અદા શર્માની ફિલ્મ હવે સોમવારની પરીક્ષામાં પણ પાસ થઈ ગઈ છે. સોમવારે કલેક્શનમાં થોડો ઘટાડો નોંધાવવા છતાં, ફિલ્મે ૧૦.૦૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ ૪૫.૭૨ કરોડની કમાણી કરી લીધી છે. ધ કેરલા સ્ટોરીના સોમવારના કલેક્શને પણ બધાને ચોંકાવી દીધા છે.

હવે જાેવાનું એ રહેશે કે આ ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં કેટલા કરોડની કમાણી કરે છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેની સરખામણી અનુપમ ખેર સ્ટારર અને વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે કરવામાં આવી રહી હતી. હવે આ ફિલ્મના કલેક્શનને જાેતા લાગે છે કે ‘ધ કેરાલા સ્ટોરી’ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મના આંકડા સુધી પણ પહોંચી શકે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers