Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતીઓ રવિવાર સુધી કાળઝાળ ગરમીથી સાચવજો

અમદાવાદ, આ વર્ષે રાજ્યમાં માવઠાના માર બાદ ઉનાળાની ગરમી આક્રમક બની રહી હોય તે રીતે જાણે આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનનો પારો આનાથી વધારે ઊંચકાશે. Sweltering heat in the state till Sunday

આટલી ગરમીમાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો તાપમાનનો વધારો થશે તો લોકોની હાલાકીમાં વધારો થશે. મંગળવારે ગાંધીનગરમાં સૌથી વધુ ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. બીજી તરફ મોચા વાવાઝોડાની અરસને કારણે રાજ્યમાં હવામાન સૂકું રહેવાની આશંકા વર્તાઇ રહી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહંતીએ આગાહી અંગે જણાવતા કહ્યુ છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં માવઠું થવાની સંભાવના દેખાઇ નથી રહી. મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. દિવસના તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે. જેમાં આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઇ શકે છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના ઉત્તર ભાગ સહિત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમી વધી શકે છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં તાપમાન વધીને ૪૨થી ૪૪ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીમાં તાપમાન વધીને ૪૦ ડિગ્રી સુધી જઈ શકે છે.

આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં પણ ૪૦ ડિગ્રી સુધી તાપમાન નોંધાઇ શકે છે. આજે એટલે અમદાવાદમાં ૧૦ મેના રોજ તાપમાન ૪૩ ડિગ્રી અને ૧૧ મેના દિવસે ૪૪ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ ૧૨થી ૧૪ મેના દિવસોમાં ૪૩ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.

ગાંધીનગરમાં પણ અમદાવાદની જેમ જ મહત્તમ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે. એએમસી મેડિકલ આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ આ અંગે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ, અમેરિકા અને IMD અમદાવાદના સહોયગથી અમદાવાદમાં હિટ એક્શન પ્લાન-૨૦૨૩ અમલમાં મૂકવામાં આવ્યો છે.

તેના અનુસંધાને ૈંસ્ડ્ઢ અમદાવાદ દ્વારા આવનાર પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ‘આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનો પારો વધશે. તે અંતર્ગત એએમસી આરોગ્ય ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers