અપહરણ-બળાત્કારનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગુજરાત રાજ્યના ડી.જી.પી. તરફથી પેરોલ/ફર્લો/જેલ ફરાર આરોપીઓને ઝડપી| પાડવા અંગે રાજ્યમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુશંધાને પો.અધિક્ષક ખેડા-નડીયાદ| નાઓની સુચના મુજબ પણ આવા નાશતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય
અને ના.પો.અધિક્ષક નડીયાદ વિભાગ નડીયાદ નાઓએ પણ આવા નાશતા ફરતા આરોપીઓ પકડવા સુચના આપવામાં આવેલ હોય જે અનુશંધાને પોઇન્સ. કે.કે.ઝાલા નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ| સ્કોડના પો.સ.ઇ આર.એચ.દેસાઇ
તથા સર્વેલન્સના.વનરાજસિંહ, શ્રવણકુમાર, પરેશકુમાર, શૈલેષભાઇ એ રીતેના સર્વેલન્સ સ્કોડના પોલીસ| માણસો જીલ્લાના પેરોલ/ફલોં/જેલ ફરાર આરોપીઓ શોધી કાઢવા સારૂ મહેનત હાથ ધરેલ જેમાં. પરેશકુમાર, શ્રવણકુમાર નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે,
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૧૬૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૩) તથા પોક્સો એક્ટ ૫(જે)(૨) તથા ૫/(૨) મુજબના કામે વડોદરા મધ્યસ્થ| જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો આરોપી રણજીત ઉર્ફે હરેશ ઉર્ફે સુકો ડાહ્યાભાઇ ગોહેલ હાલ રહે. ગામ મરીડા હીંમતપુરા તા.નડીયાદ જી.ખેડા મુળ રહે. રહે. હીંમતપુરા તા.કઠલાલ જી.ખેડા નાનો
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના હીરાપુર ખાતે હોવાની હકીકત મળતા તથા હ્યુમન એન્ટેલીજન્સ આધારે સદર આરોપીને શોધી કાઢી નડીયાદ રૂરલ પોલીસ| સ્ટેશન ખાતે લાવી નડીયાદ રૂરલ પો.સ્ટે પ્રિઝન્ટ એક્ટની કલમ ૫૧(૧), ૫૧(બી) મુજબના કામે અટક કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોપવા આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ- રણજીત ઉર્ફે હરેશ ઉર્ફે સકો ડાહ્યાભાઇ ગોહેલ હાલ રહે. ગામ મરીડા હીંમતપુરા તા.નડીયાદ જી.ખેડા મુળ રહે. રહે. હીંમતપુરા તા.કઠલાલ જી.ખેડા છે.