Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શાહરૂખે સલમાન સાથે મુંબઈમાં શરૂ કર્યું શૂટિંગ

મુંબઈ, અભિનેતા શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. બોલીવુડના આ સુપરસ્ટાર્સે ટાઈગર ૩નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરૂખ ખાન બુધવારે મડ આઈલેન્ડ, મુંબઈમાં ફિલ્મના સેટ પર સલમાન ખાન સાથે જાેડાયો હતો. બંનેએ સ્પેશિયલ એક્શન સિક્વન્સનું શૂટિંગ કર્યું છે.

આ શૂટિંગ ૭ દિવસ સુધી ચાલશે અને સેટ પર આદિત્ય ચોપરાએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. એટલું જ નહીં, સેટ પર સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ટાઈગર ૩ના નિર્માતાઓએ કોઈ પણ પ્રકારના લીકથી બચવા માટે સેટ પર કડક સુરક્ષા ગોઠવી છે.

સૂત્ર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, બંને આઈકોનિક સ્ટાર્સ ટાઈગર ૩ માટે ઘણા મોટા એક્શન સીન કરવાના છે, જેમાં હવામાં સ્ટન્ટ કરવામાં આવશે. આદિત્ય ચોપરા પણ આ સિક્વન્સને હાઈ લેવલ સુધી લઈ જવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. તેણે સેટ બનાવવા માટે ૩૫ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે, જેનાથી આ સીનને ઘણી સારી રીતે સ્ક્રિન પર બતાવી શકાય.

ટાઈગર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે, જેમાં સલમાન ખાનની સાથે કેટરિના કૈફ લીડ રોલમાં જાેવા મળશે. જ્યારે ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જાેવા મળશે.

આ ફિલ્મ આ જ વર્ષે દિવાળી પર હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થશે. વર્ષ ૨૦૧૨માં આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ એક થા ટાઈગર આવી હતી, જેને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. તે વર્ષે આ ફિલ્મે સૌથી વધુ ૩૩૪.૩૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ૫ વર્ષ પછી વર્ષ ૨૦૧૭માં આ ફિલ્મની સિક્વલ ટાઈગર ઝિન્દા હે ફિલ્મ આવી હતી. તે પણ હિટ રહી હતી. જાેકે, આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી.

આપને યાદ હશે કે, શાહરૂખ ખાનની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પઠાનમાં સલમાન ખાને કેમિયો રોલ કર્યો હતો, જેને જાેયા પછી થિએટર્સમાં દર્શકોએ સિટીઓ વગાડી હતી. બંનેને સાથે જાેઈને દર્શકોને અલગ જ મજા આવી હતી. આ રિએક્શન જાેયા પછી સિદ્ધાર્થ આનંદે સ્પાઈ યુનિવર્સની વધુ એક ફિલ્મ ટાઈગર વર્સીઝ પઠાનની પણ જાહેરાત કરી દીધી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers