Western Times News

Gujarati News

અદા શર્મા હવે ફિલ્મ ધ ગેમ ઑફ ગિરગિટમાં જોવા મળશે

મુંબઈ, ફિલ્મ ધ કેરાલા સ્ટોરીથી સિનેમાઘરોમાં ધમાલ મચાવનારી અદા શર્માને વધુ એક ફિલ્મ મળી છે. તે ધ ગેમ ઑફ ગિરગિટ નામની ફિલ્મમાં જાેવા મળશે, જેમાં તે પોલીસ અધિકારીના રોલમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે પણ હશે, જેણે હાલમાં જ સાઉથની ફિલ્મ પુષ્પામાં પોતાનો અવાજ આપ્યો હતો.adah sharma shreyas talpade the game of girgit

હાલમાં જ રિલીઝ થયેલી ધ કેરાલા સ્ટોરી ફિલ્મની અભિનેત્રી અદા શર્માની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. તેવામાં હવે અદા શર્મા વધુ એક ફિલ્મમાં જાેવા મળશે. તે આગામી ફિલ્મ ધ ગેમ ઑફ ગિરગિટમાં પોલીસ અધિકારીના રોલમાં જાેવા મળશે. ફિલ્મ પ્રોડ્યુસર્સે અદાની અપકમિંગ ફિલ્મની જાહેરાત પણ કરી હતી.

અત્યારે ધ કેરાલા સ્ટોરીના કારણે ચારેય તરફ અદા શર્માની ચર્ચા થઈ રહી છે. ફિલ્મ બોક્સઑફિસ પર ધમાલ મચાવી રહી છે. તેવામાં હવે અદાની ધ ગેમ ઑફ ગિરગિટની જાહેરાત થઈ ગઈ છે, જેમાં તે શ્રેયસ તલપડે સાથે જાેવા મળશે. આ થ્રિલર ફિલ્મને ગંધાર ફિલ્મ્સ એન્ડ સ્ટૂડિયો પ્રાઈવેટ લિમિટેડ પ્રોડ્યુસ કરી રહ્યું છે અને તેનું નિર્દેશન વિશાલ પંડ્યા કરશે.

જાણવા મળી રહ્યું છે કે, અદાની આ ફિલ્મ ધ ગેમ ઑફ ગિરગિટ ફેમસ બ્લ્યૂ વ્હેલ ગેમ પર આધારિત છે, જે થોડા સમય પહેલાં જ ચર્ચામાં આવી હતી. આ ગેમ રમનારા બાળકો આપઘાત કરતા હોવાના સમાચારના કારણે હલચલ મચાવી હતી. આ ગેમને વ્હેલ ચેલેન્જ પણ કહેવામાં આવે છે, જેમાં એવું કહેવાય છે કે, ખેલાડીઓને કંઈક ટાસ્ક આપવામાં આવે છે, જે તેને પૂરા કરવાના હોય છે અને અનેક કામની આ સિરીઝ રહે છે. છેવટે ખેલાડીએ આપઘાત પણ કરવો પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.