Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલ યોગ શિબિરમાં ૩૦૦થી વધુ લોકો જાેડાયા

નવસારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી સ્થિત નિરાલી હોસ્પીટલના સંકુલમાં આજે ફીટ ઈન્ડીયા ફીટ નવસારીના સુત્ર સાથે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો નિરાલી હોસ્પીટલમાં ડોક્ટરો, કર્મચારીઓ સહિત ૩૦૦થી વધુ લોકોએ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા. Nirali cancer hospital Yoga Shibir

યોગ બાદ ઉપસ્થિત લોકોનેે હોસ્પીટલના ડોક્ટરો દ્વારા જીવનમાં યોગનું મહત્ત્વ અને યોગ દ્વારા શરીરના કયા અંગને કયા ફાયદા થાય છે તે પણ ડોક્ટરો દ્વારા સમજાવવામાં આવ્યુ હતુ.

યોગ શિબિર કાર્યક્રમમાં નિરાલી કેન્સર હોસ્પીટલના સીઈઓ ડો.અનિલ જૈન, નિરાલી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના સીઈઓ રીષિ કપૂર, નિરવ શાહ, ડો.સોહમ રાઉત, તેમજ ગુજરાત યોગ બોર્ડના સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાની નવસારીના કો-ઓર્ડીનેટર ગાયત્રીબેન તલાટી, નવસારી સાંઈ ગૃપના ચેરમેન જીતેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers