Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટોલ પ્લાઝા પાસે જાહેરમાં તલવારનું વેચાણ કરી રહેલા છ ઝડપાયા

અંકલેશ્વર, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા પાસે જાહેરમાં તલવારનું વેચાણ કરતા છ ઈસમો ઝડપાઈ ગયા હતા. અંકલેશ્વર બી ડીવીઝન પોલીસેે ૮૯ તલવારો સાથે ૬ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

કલોલ ગાંધીનગરથી તલવાર વેચવા આવેલા છ ઈસમો ટોલ પ્લાઝા પાસે છૂટાછવાયા બેસી લોકો ખુલ્લી તલવાર દેખાડી વેચાણ કરી રહ્યા હતા.

અંકલશ્રવ શહેર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ. ગડરીયાની સુચના અને માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ પી.આર. કસાડા, તેમજ સ્ટાફના સભ્ય હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમ્યાન ટોલ પ્લાઝા પાસેેે છૂટા છવાયા કેટલાક ઈસમો તલવાર લોકોને દેખાડીને વેચાણ કરી રહ્યા હતા.

એવી બાતમીને આધારે ટીમે સર્ચ શરૂ કરતાં ટોલ પ્લાઝા પાસેે જાહેરમાં જાહેરનામાનો ભંગ કરી હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરી વેચાણ કરતા છ ઈસમોને પોલીસેેે રંગે હાથ ઝડપી લીધા હતા.

તેમની પાસેથી કુલ ર૬૭૦૦ રૂપિયાની ૮૯ તલવાર જપ્ત કરી હતી. ગાંધીનગરકાલોલના સુખદેવ રમેશ લુેહાર કિમ ભાઈરતના લુહાર, ઘનશ્યામ આત્મારામ મારવાડી દેવાનંદ ભાઈ ઉર્ફે દેવો ભાનુ લેુહાર, આકાશ સમરત લુહાર અને ભોલેનાથ ઉર્ફે ભોલો આત્મારામ મારવાડીની જાહેરનામા ભંગ બદલ ધરપકડક રી હતી અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers