Western Times News

Gujarati News

વિરાટ કોહલીને જાેઈ ક્રિકેટ શીખ્યો: શુભમન ગિલ

નવી દિલ્હી, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે આ સિઝન દરમિયાન ત્રણ ફિફ્ટી ફટાકારી દીધી છે. આ જ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં તે છ રનથી સદી ચૂકી ગયો હતો અને ૯૪ રન બનાવીને અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો.

આખરે તે ૧૫મી મેની રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની આ સિઝનની પહેલી આઈપીએલ સદી ફટકારવામાં સફળ રહ્યો છે. ગિલે ૧૦૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની સદી સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

આ યાદગાર ઇનિંગ પછી શુભમન ગિલે મહાન બેટ્‌સમેન અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પોતાના આદર્શ ગણાવ્યા હતા. વિરાટ કોહલી પણ તેનો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત રહ્યો છે એમ પણ જણાવ્યું હતું. શુભમન ગીલે કહ્યું કે ‘હું ૧૨-૧૩ વર્ષનો હતો ત્યારથી વિરાટ કોહલી ભાઈને ફોલો કરું છું. હું ક્રિકેટને સમજતો થયો ત્યારથી તે મારા રોલ મોડલ છે.

હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. તેમની બેટિંગ અને જુસ્સો મને પ્રેરિત કરે છે. સચિન તેંડુલકર પણ મારા રોલ મોડલ છે. મેચ દરમિયાન ગિલ સંપૂર્ણ લયમાં જાેવા મળ્યો હતો. તેણે આઠમી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ૨૨ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી હતી.

ગિલના પાર્ટનર સાઈ સુદર્શને ૩૫ બોલમાં ૪૭ રન કર્યા હતા. ગિલ અને સુદર્શને મળીને ૮૪ બોલમાં ૧૪૭ રનની ભાગીદારી કરી હતી, જે ગુજરાતની કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી હતી. ગિલે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા બાદ એવોર્ડ સમારોહ દરમિયાન કહ્યું હતું કે મેં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જ આઈપીએલ ડેબ્યુ કર્યું હતું.

હવે આ ટીમ સામે મેડન સદી પણ આવી છે. મને આશા છે કે, હું આ સિઝનમાં વધુ સદી ફટકારીશ. હું એવા લોકોમાંથી નથી કે જે પોતાની ભૂતકાળની ઇનિંગ્સ વિશે વિચારતા રહે. મારું ધ્યાન અત્યારે સમયની જરૂરિયાત પર છે. આખી મેચ દરમિયાન સૌથી આનંદદાયક ક્ષણ અભિષેકને સિક્સર ફટકારવાની હતી કારણ કે તે મારો બાળપણનો મિત્ર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.