Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ધ કેરાલા સ્ટોરી

મુંબઈ, અત્યારે સિનેમાઘરોમાં ધ કેરાલા સ્ટોરી સુપરહિટ છે અને એ સ્પષ્ટ છે કે સુદીપ્તો સેનની આ ફિલ્મની સામે બીજી ફિલ્મો પહેલા વીકેન્ડમાં જ ફ્લોપ થઈ ગઈ છે. ‘ધ કેરાલા સ્ટોરી’એ રવિવારે રેકોર્ડ કમાણી કરી છે. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેના બીજા રવિવારે ૨૩.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રિલીઝ થયા બાદ આ ફિલ્મનું સિંગલ ડેનું સૌથી વધુ કલેક્શન છે. ધ કેરાલા સ્ટોરીની કમાણી દરરોજ ચોંકાવનારી છે. તેના પહેલા વીકએન્ડમાં ફિલ્મે ૩૪ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા વીકએન્ડમાં તેણે લગભગ ૫૪ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આટલું જ નહીં રવિવારે ૧૦મા દિવસે ‘ધ કેરાલા સ્ટોરી’એ શાહરૂખ ખાનની ‘પઠાણ’ની ૧૦મા દિવસની કમાણીને પાછળ છોડી દીધી છે. ‘પઠાણ’એ તેની રિલીઝના ૧૦મા દિવસે ૧૩ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જાેકે ત્યારે સોમવાર હતો. ‘ધ કેરાલા સ્ટોરી’એ હવે ૧૦ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર કુલ ૧૩૧.૩૬ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

તેની સરખામણીમાં ‘પઠાણ’ની ૧૦ દિવસની કુલ કમાણી ૩૬૧.૫૫ કરોડ રૂપિયા હતી. ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં અદા શર્મા લીડ રોલમાં છે. તેમાં તે છોકરીઓની કહાણી દર્શાવવામાં આવી છે જેઓ ઈસ્લામિક જેહાદની જાળમાં ફસાઈને આઈએસઆઈએસની આતંકી બને છે. કેરળમાં છોકરીઓનું કેવી રીતે ધર્માંતરણ થાય છે.

કેવી રીતે હિંદુ પરિવારની શાલિની ફાતિમા બને છે. તેની દર્દનાક કહાણી દેખાડવામાં આવી છે. ફિલ્મ નિર્દેશક સુદિપ્તો સેને જણાવ્યું હતું કે, તેમણે આ વિષય પર ૭ વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. ઉપરાંત તેમની પાસે ૧૦૦ કલાકથી પણ વધુની ટેસ્ટિમોની છે.

જ્યારે હજારો પેજના ડોક્યુમેન્ટ પણ છે, જેને તેમણે આખી દુનિયામાંથી મેળવ્યા છે. કોન્ટ્રોવર્સીના કારણે મેકર્સે ફિલ્મના ટ્રેલરમાં પણ ફેરફાર કરવો પડ્યો. જાેવા જઈએ તો સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવી ફિલ્મમેકર્સને હંમેશાં આકર્ષિત કરે છે, પરંતુ જ્યારે મેકર કોઈ સત્ય ઘટનાને પડદા પર ઉતારે છે ત્યારે તેની જવાબદારી વધી જાય છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers