Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાઘવ ચઢ્ઢા પછી પરિણીતિ ચોપરાએ મૂકી લાંબી લચક પોસ્ટ

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરાએ હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. ત્યારે દેશમાં આ નવા કપલ અંગે ચારે તરફ ચર્ચા થઈ રહી છે.

બંનેની સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે. આ સાથે જ તેમની સગાઈના ફોટો અને વીડિયો લોકો સોશિયલ મીડિયા પર શેર કરી તેમને શુભેચ્છા આપી રહ્યા છે. જાેકે, સગાઈ પછી રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર વ્યક્ત કર્યો છે.

જ્યારે પરિણીતિ ચોપરાએ પણ લાંબી લચક પોસ્ટ કરી છે. આપને જણાવી દઈએ કે, પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી, જ્યાં પરિવારજનો અને મિત્રો ઉપરાંત કેટલાક નેતાઓ પણ જાેવા મળ્યા હતા. જાેકે, તેમની સગાઈના ફોટોની સાથે વીડિયો પણ સોશિયલ મીડિયા યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.

ત્યારે હવે પરિણીતિ ચોપરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટમાં પરિણીતિ ચોપરાએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અને ખાસ અમારી સગાઈ પર અમને એટલે કે મને અને રાઘવને જેટલો પ્રેમ મળ્યો છે. તેને લઈ અમે અભિભૂત છીએ. અમે બંને અલગ અલગ દુનિયાથી છીએ અને અમને એ જાણીને આશ્ચર્ય થઈ રહ્યું છે કે, અમારી એ દુનિયા અમારા મળવાથી એક થઈ છે.

અમે આટલો મોટો પરિવાર મેળવી લીધો છે કે, જે અંગે અમે ક્યારેય વિચાર્યું પણ નહતું. પરિણીતિએ લખ્યું હતું કે, અમે જે કંઈ વાંચ્યું છે અને જાણ્યું છે. તેનાથી અમે ઘણા ખુશ છીએ. આ માટે અમારી પાસે આભાર માટે કોઈ શબ્દ પણ નથી. અમને વિશ્વાસ છે કે, તમે અમારી સાથે ઊભા છો.

મીડિયામાં અમારા ખાસ મિત્રોનો પણ ખૂબ આભાર. તેમ જ આખો દિવસ અહીં હાજર રહેવા અને અમને ચિઅર કરવા માટે આભાર. લવ, પરિણીતિ અને રાઘવ. બીજી તરફ રાઘવ અને પરિણીતિની સગાઈ અંગે અરવિંદ કેજરીવાલે તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી.

તેના જવાબમાં રાઘવે લખ્યું હતું કે, સર તમે તમારા આશીર્વાદ આપીને અમારા આ વિશેષ દિવસને વધુ વિશેષ બનાવી દીધો હતો. પરિણીતિ અને મારી તરફથી તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર. તમારો આ નાનો સાથી, આજે જીવનની નવી ઈનિંગ શરૂ કરી રહ્યો છે. આશા રાખું છું કે, તમારા આશીર્વાદ આવી જ રીતે અમારી પર રહે. આપને જણાવી દઈએ કે, ટૂંક સમયમાં જ બંને લગ્ન કરવાની તૈયારીમાં પણ લાગી ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પરિણીતિ અને રાઘવ આ વર્ષે ઑક્ટોબર મહિનામાં લગ્ન કરી શકે છે. તો તેમની સગાઈમાં પ્રિયંકા ચોપરા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રિયંકાએ બહેનની આ નવી ઈનિંગ અંગે પોસ્ટ શેર કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers