Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સગાઈ તૂટ્યા બાદ યુવકની પાછળ પડી હતી પૂર્વ ફિયાન્સી

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે હાલમાં તેવા યુવકની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી જેની સામે તેની પૂર્વ વાગ્દત્તાએ શારીરિક શોષણ અને પીછો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો નિતિનની (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) સગાઈ સુહાની (નામ બદલ્યું છે) સાથે થઈ હતી. બંને પરિવાર વચ્ચે શરૂઆતથી સારો મનમેળ હતો પરંતુ અચાનક જ કોઈ વાતથી વિવાદ થયો હતો અને ૧૦ ડિસેમ્બર ૨૦૨૦માં સગાઈ તોડી નાખવાનો ર્નિણય લીધો હતો.

ત્યારથી બંને પક્ષોએ અલગ-અલગ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જાે કે, સુહાનીએ નિતિન સામે કાયકાદીય કાર્યવાહીની એક શ્રૃંખલા શરૂ કરી હતી, જેમાં નુકસાનની સાથે તેને અન્ય કોઈની સાથે લગ્ન કરવાથી રોકવાની માગ કરી હતી. જ્યારે તેનો આગળનો દાવો હજી વિલંબિત હતો, તેવામાં સુહાનીએ છેતરપિંડી માટે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો.

જાે કે, તેમાં તે સફળ રહી નહોતી, જે વાતે તેને ક્રિમિનલ કોર્ટના દરવાજા ખખડાવવા માટે પ્રોત્સાહિત કરી હતી, જ્યાં તેણે લગાવેલા આરોપોની પોલીસ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

પોલીસે તારણ કાઢ્યું હતું કે, નિતિન સામે કોઈ જ કેસ કરી શકાય તેમ નથી. જ્યારે સુહાનીએ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં શારીરિક શોષણ અને પીછો કરવાની ફરિયાદ નોંધાવી ત્યારે સ્થિતિ વધુ વણસી હતી.

આ બધુ તેમણે તેમની સગાઈ તોડી તેના ૩.૫ વર્ષ બાદ થયું હતું. જેના કારણે નિતિન ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી તેમજ તેના પર તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. નિતિનના વકીલે કોર્ટમાં વોટ્‌સએપ અને એસએમએસ ચેટ સહિતના પુરાવા રજૂ કર્યા હતા, જે દર્શાવતા હતા કે જે રીતે સગાઈનો અંત આવ્યો તેનાથી સુહાની સંતુષ્ટ હતી. તેણે તે વ્યક્તિ સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી, જેની સાથે તે લગ્ન કરવાની હતી.

વકીલે તેમની સગાઈ તૂટી તે વચ્ચેના અંતર અને લેટેસ્ટ કેસ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ પુરાવાની સાથે નિતિન સામે લગાવવામાં આવેલા ઘણા બધા કેસની ટાઈમલાઈટ તેમજ તેણે અન્ય તેણે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોવાના તથ્યને ધ્યામાં રાખી હાઈકોર્ટે તેને આગોતરા જામીન આપ્યા હતા, આમ તે ધરપકડથી બચી ગયો હતો. સાડા ત્રણ વર્ષ બાદ નિતિનને મંગળવારે આખરે રાહત મળી હતી.

નારણપુરમાં રહેતી ૨૫ વર્ષીય મહિલાએ સોમવારે શાસ્ત્રીનગરમાં આવેલા કેફે બહાર પાર્કિંગ બાબતે ચાંદખેડામાં રહેતા ૪૦ વર્ષીય શખ્સ સામે શોષણ અને હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાઈકના રજિસ્ટ્રેશનના આધારે આરોપીની ઓળખ પુષ્પક સુથાર તરીકે થઈ હતી જે ચાંદલોડિયા રોડ પરના અર્જુન આશ્રમ રોડ પર આવેલી તારંગા હિલ સોસાયટીનો રહેવાસી હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers