ખેડાના ઠાકરામાં અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા

ખેડા, ખેડા જિલ્લામાં દિવસેને દિવસે અક્સ્માતોની ઘટનાઓ વધી રહી છે. ઠાસરા તાલુકાના કંથારીયા-રાણીયા રોડ પર નવાકુવા ગામ પાસે બે મોટર સાયકલ સમી સાંજે સામ સામે અથડાતા એક બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં પિતા અને પુત્રનું મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેવામાં આવ્યો હતો. આ ઘટના સર્જાતા આજુબાજુ ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. જ્યારે ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકોની ઓળખ કરી તેના વાલી વારસોને બોડી સોંપી છે.
આ ઘટનામાં મૃતકોની ઓળખ કરતા નજીકના નવાપુરા ગામમાં રહેતા પિતા અને પુત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક અરવિંદભાઈ જેકરિયા (ઉંમર ૩૦ વર્ષ) તથા જયવીર અરવિંદભાઈ જેકારિયા (ઉંમર ૭ વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જ્યારે અન્ય ગણપતભાઇ બોડાણા (ઉંમર ૪૫ વર્ષ)નું પણ મોત નીપજ્યું હતું. જ્યારે ગીરવત બોડાણા ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જ્યારે આ સંદર્ભે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર. બાજપાયે જણાવ્યું હતું કે, એકબાજુ અમે જિલ્લાવાસીઓમાં જાગૃત્તિ લાવવા કામ કરી રહ્યા છે. ખાસ ડ્રાઈવનું આયોજન કરી દંડ નહીં પણ સકારાત્મક વલણ દાખવી લોકોને જાગૃત કરી રહ્યા છે. આમ છતાં પણ કેટલાક હેલ્મેટ કે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરી બીજા તેમના સ્વજનોને તકલીફમાં મૂકે છે.
ઉપરોક્ત ઘટનામાં બેન્ને બાઇક સવારો હેમ્લેટ વગર હતા. તેમજ જાે હેમલેટ પહેર્યા હોત તો આ અક્સ્માતમાં યુવાનો બચી પણ ગયા હોત. આથી, હેલ્મેટ પહેરવું જાેઈએ તેવી જિલ્લાવાસીઓને અપીલ કરી છે. તેમજ આવનાર દિવસોમાં પણ જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.SS1MS