Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“હું મારો ચહેરો છાશથી ધોઉં છું તેનાથી ત્વચા ટેનીંગથી બચી શકાય છે”:વિદિશા

ટીવી કલાકારોની સમર સ્કિનકેર સિક્રેટ્સ ઉજાગર! 

સમર સીઝન આવી ચૂકી છે અને તે સૂર્યનો તાપ લેવાની અને માટીમાં મોજ મસ્તી કરવાની તક આપે છે. જોકે તે સાથે આપણી ત્વચાને ચીકણી, નિસ્તેજ અથવા ટેન રંગની થવાથી નિવારવાનું મહત્ત્વપર્ણ છે. આપણી ત્વચા સમરમાં હેલ્ધી, ચમકદાર અને હાઈડ્રેટેડ રહે તેની ખાતરી રાખવી જોઈએ. એન્ડટીવીના કલાકારો તેમના સિક્રેટ સ્કિનકેર રુટિન્સ વિશે અહીં મજેદાર માહિતી આપી છે.

ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “સમરટાઈમ આપણી ત્વચા માટે કપરો બની શકે છે અને ગરમી તથા પરસેવા સાથે તેને સાફ અને ગૂંચમુક્ત રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. આથી જ મને મારા પ્રકારનું સ્કિનકેર રુટિન ઉપયોગ કરવાનું ગમે છે.

મારો સ્વચ્છ અને સાફ વર્ણ માટે આસાન ઉપાય બે મોટી ચમચી સી સોલ્ટ, એક મોટી ચમચી લીંબુનો રસ અને અમુક ઓલાઈવ ઓઈલનાં ટીપાં સાથે આસાન છતાં અસરકારક ફેસ સ્ક્રબ છે. હું મારા ચહેરા પર સપ્તાહમાં કમસેકમ બે વાર વધુ પડતી ગંદકી અને ઓઈલ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરું છું, જેને લીધે મારી ત્વચા તાજગીપૂર્ણ અને કાયાકલ્પ રહે છે.

આટલું જ નહીં, સૂર્યમાં વધુ પડતા રહેવાથી હું વધુ એક ભરોસાપાત્ર ઉપાયમાં મારો ચહેરો છાશથી ધોઉં છું. તેનાથી બળતરા આપતી ત્વચાથી રાહત થવા સાથે ટેન રંગ હલકો કરે છે, કારણ કે દહીમાં નૈસર્ગિક બ્લીચિંગના ગુણો છે.

અને સંપૂર્ણ સમર સ્કિનકેર રુટિન માટે તમારા હોઠ અને ગરદનને એક્સફોલિયેટ કરવાનું પણ ભૂલશો નહીં. તો ગરમ સમરના મહિના દરમિયાન અને સ્વચ્છ અને સ્વસ્થ ત્વચા માટે મારી ગોપનીયતા આ રહી. અજમાવી જુઓ, આનંદિત રહો, ચમકતો સમર માણો!”

આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર શો દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “તેજસ્વી બનવા માટે હાઈડ્રેટ રહો! ત્વચા સંભાળનો આ સુવર્ણ નિયમ અવગણી નહીં શકાય. હું હાલમાં જયપુરની કાળઝાળ ગરમીમાં મારા શો માટે શૂટિંગ કરી રહી છું, જ્યાં સૂર્ય બધું જ પિગાળવાનો પ્રયાસ કરી રહ્યો છે એવું લાગે છે.

કલાકાક તરીકે હેલ્ધી ત્વચા જાળવી રાખવાનું મારે માટે મહત્ત્વપૂર્ણ છે અને મેં રોજ કમસેકમ ત્રણ લિટર પાણી પીને તે હાંસલ કરવાની ચાવી શોધી કાઢી છે. હું સેટ પર હોઉં કે વર્ક-આઉટમાં હોઉં, હંમેશાં મારી પડખે પાણીની બોટલ રાખું છું. હું નૈસર્ગિક અને ઓર્ગેનિક સ્કિનકેર પ્રોડક્ટોનો ઉપયોગ કરવાની કટ્ટર હિમાયતી છું, જેમ કે, ફેસ ઓઈલ્સ અને એલો જેલ, જે મારી ત્વચાને નમીયુક્ત રાખવામાં મદદ કરે છે.

ઉપરાંત મેં દૂધ, હળદર, મધ, ચણાનો લોટ અને સ્ક્રબ્સથી ઘરે ફેસ પેક બનાવ્યાં છે, જેનાથી સમરમાં મારી ત્વચાને નરિશ કરું છું. અને તમે માનશો? દહીં આ મોસમમાં મારી સૌથી વધુ અગ્રતામાંથી એક છે. તેમાં ટેન રંગ દૂર કરવાની નૈસર્ગિક શક્તિ છે, જે મારી ત્વચાને તાજગીપૂર્ણ અને સ્વસ્થ દેખાવામાં મદદ કરે છે.

હું સપ્તાહમાં બે વાર તે લગાવું છું, કારણ કે તેનું હાઈડ્રેટિંગ એક્સફોલિયેટર મૃત ત્વચાના કોષો દૂર કરે છે, બ્લેમિશીઝ દૂર કરે છે અને ધબ્બા સાફ કરવાનું કામ પણ કરે છે. અનેક લાભો સાથે દહીં મારી ત્વચાને આનંદિત અને ચમકદાર બનાવે છે. આથી જો તમે તમારી ત્વચાને સમરમાં હાઈડ્રેટેડ અને નરિશ્ડ રાખવા માગતા હોય તો સૌથી આસાન છતાં અસરકારક રીત દહીં અજમાવવાનું ભૂલશો નહીં!”

હપ્પુ કી ફલટન પલટનની કામના પાઠક ઉર્ફે રાજેશ સિંહ કહે છે, “સમરના સમયગાળામાં તમારી ત્વચા વધુ પ્રેમ અને સંભાળ માગી લે છે અને હાઈડ્રેશન તેમાં ચાવીરૂપ છે. સૂર્ય વધઉ તાપ આપી રહ્યો છે અને આપણે પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છીએ ત્યારે આપણા ચહેરા મોટે ભાગે ઓઈલી અને ભૂખરા દેખાઈ રહ્યા છે.

મારી પાસે તમારા બચાવ માટે સિક્રેટ સમર હર્બનો ઉપાય છે- રોઝ વોટર (ગુલાબજળ). ગુલાબજળ શક્તિશાળી સ્કિન ટોનિક છે, જે ત્વચાની સપાટી પર રક્તાભિસરણ બહેતર બનાવે છે, જેને લીધે તે મારા ફેવરીટ સમર સ્કિનકેર પેક્સમાંથી એક છે. તે આપણી ત્વચાના કોષોના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ વિટામિન્સ અને કેલ્શિયમ તથા પોટેશિયમ જેવા મિનરલ્સથી સમૃદ્ધ છે. અને સૌથી સારી વાત શુંછે?

તે સંવેદનશીલ ત્વચા સહિત બધા પ્રકારની ત્વચા માટે અનુકૂળ છે. શુદ્ધ ગ્લીસરિનની નાની ચમચી સાથે 100 મિલિ ગુલાબજળ મિક્સકરો, તેને એરટાઈટ બોટલમાં સંગ્રહ કરો અને પછી અજમાવો! તે મારી ત્વચાને ઓઈલી બનાવ્યા વિના પોષણ આપે છે. હું મારો ચહેરો અને હાથો પર ભૂખરાપણાથી છુટકારો અપાવવા તેનો ઉપયોગ કરું છું

અને દરેક વખતે તે ચમત્કાર સર્જે છે. તે શૂટિંગમાં હોઉં કે ઘરની બહાર નીકળું ત્યારે સર્વ સમયે મારી જોડે જ રાખું છું, કારણ કે સમર સ્કિનકેર સાથે બાંધછોડ નહીં થવી જોઈએ. આથી સમર આવી ચૂક્યું છે અને તેથી આપણી ત્વચાને થોડો વધુ પ્રેમ અને સંભાળ આપવાની જરૂર છે. આ ગુલાબજળ ઉપાય અજમાવો અને તમારી ત્વચાને ચકમકાવી દો!”

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers