Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રીટા રીપોર્ટરનો ખુલાસોઃ અસિત મોદીએ મને માખીની જેમ નીકાળીને ફેંકી દીધી

મુંબઈ, પ્રિયા આહુજાએ જણાવ્યું કે તે અસિત મોદીને કામ માટે વારંવાર ફોન કરતી હતી. જાે હું આ શો નો ભાગ ન હોઉં તો પણ મને જણાવો. પરંતુ તે ખોટું છે કે માલવે શો છોડી દીધો છે તેથી હવે તમે મને બોલાવવા માગતા નથી.

હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રીટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહુજા રાજડાએ કહ્યું કે, હા, ‘તારક મહેતા’માં કામ કરતી વખતે કલાકારોને માનસિક ત્રાસમાંથી પસાર થવું પડે છે. હું ત્યાં કામ કરતી વખતે માનસિકરીતે મુશ્કેલીઓમાંથી પસાર થઈ છું. TMKOC fame Rita Reporter Actress Priya Ahuja Rajda Asit Modi

પરંતુ, તેની મારા પર બહુ અસર ના થઈ… કારણ કે મારા પતિ માલવ, જેઓ ૧૪ વર્ષથી આ શોના ડિરેક્ટર હતા, ત્યાં કમાણી કરતા હતા. ત્યાં કામ કરવાનો એક ફાયદો એ હતો કે મારી પાસે કોન્ટ્રાક્ટ ના હોવાથી મને ક્યારેય બહાર કામ કરતા અટકાવવામાં આવી નહોતી. અસિત કુમાર મોદી ભાઈ, સોહિલ રામાણી કે જતિન બજાજ મારા ભાઈઓ જેવા છે, તેમણે ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું નથી.

પ્રિયાએ વધુમાં કહ્યું કે, ‘પણ જ્યાં સુધી કામની વાત છે તો મારી સાથે અનુચિત વ્યવહાર કરવામાં આવ્યો છે. માલવ સાથેના મારા લગ્ન પછી તેમણે મારો ટ્રેક ઓછો કર્યો. પ્રેગ્નન્સી બાદ અને માલવે શો છોડ્યા પછી શોમાં મારા ટ્રેક વિશે મને કોઈ ખ્યાલ નથી. મેં આસિતભાઈને ઘણી વાર મેસેજ કર્યો અને તેમને શોમાં મારા ટ્રેક વિશે પૂછ્યું પણ કોઈ જવાબ મળ્યો નહીં.

ક્યારેક તે કહેતા કે તારે કામ કરવાની શું જરૂર છે, માલવ તો કામ કરે છે ને? માલવ સાથે લગ્ન કરતા પહેલા હું આ શોનો ભાગ હતી. મને ક્યારેય યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. પ્રિયા આહુજાએ જણાવ્યું કે તે અસિત મોદીને કામ માટે વારંવાર ફોન કરતી હતી. શોમાં તેના ટ્રેક વિશે જાણવા માટે ફોન કર્યો. અસિત મોદીની ટીમનો સંપર્ક પણ કર્યો, પરંતુ કોઈ ચોક્કસ જવાબ મળ્યો નહીં.

તેણે કહ્યું, ‘મને ખરાબ લાગે છે કે જ્યારથી માલવે શો છોડ્યો છે ત્યારથી તેમણે મારા મેસેજનો ફોન કે જવાબ આપ્યો નથી. તેણે શો છોડ્યાને છ મહિના થઈ ગયા છે અને તેમણે મને શૂટ માટે બોલાવી નથી. મને લાગે છે કે એક કલાકાર તરીકે તે ખોટું છે. મેં અસિત ભાઈને મેસેજ પણ કર્યો કે શું હું હજુ પણ શોનો ભાગ છું? પરંતુ મને કોઈ જવાબ મળ્યો ન હતો.

જાે હું આ શોનો ભાગ ન હોઉં તો પણ મને જણાવો. પરંતુ તે ખોટું છે કે માલવે શો છોડી દીધો છે તેથી હવે તમે મને બોલાવવા માગતા નથી. પ્રિયા આહુજાએ કહ્યું કે મોનિકા ભદોરિયા અને અન્ય જેઓ અસિત મોદી વિરુદ્ધ બોલી રહ્યા છે તેઓ ખોટા નથી.

કારણ કે અસિત મોદી અને તેમના લોકોએ મેસેજનો જવાબ પણ આપ્યો ન હતો. પ્રિયાએ કહ્યું, ‘મને ૯ મહિના સુધી શોમાં આમંત્રણ નહોતું આપ્યું કારણ કે માલવ સાથેનો તમારો સંબંધ ખતમ થઈ ગયો હતો અને તે પછી તમે મને માખીની જેમ ફેંકી દીધી.’ પ્રિયાએ એમ પણ કહ્યું કે જેનિફર મિસ્ત્રી બંસીવાલ સેટ પર ખૂબ જ સભ્ય વર્તન કરતી હતી અને ક્યારેય કોઈની સાથે ગેરવર્તન કરતી નહોતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers