Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સારા ફિલ્મની સફળતા માટે અજમેર શરીફ દરગાહ પહોંચી

મુંબઈ, સારા અલી ખાન એક એવી અભિનેત્રી છે જે દરેક ધર્મને માને છે. તે મસ્જિદ તેમજ મંદિરમાં જાય છે. સારા ઘણીવાર કેદારનાથ અને ક્યારેક ઉજ્જૈન મહાકાલની મુલાકાતે જતી જાેવા મળી છે. આ મામલે ઘણી વખત હોબાળો પણ થયો છે, પરંતુ સારા અલી ખાન ક્યારેય પાછી પડી નથી. Sara Khan reached Ajmer Sharif Dargah for the success of the film

સારા હાલમાં જ અજમેરના વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં પહોંચી હતી. સારા અલી ખાને મખમલની ચાદર અને પુષ્પો અર્પણ કર્યા હતા. સારાને જાેવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર વાર્તાની ‘સાઇડ છ’ દેખાડીને શરૂ થાય છે. વિકી કૌશલ અને સારા અલી ખાન ઈન્દોરના પરિણીત કપિલ અને સૌમ્યાની ભૂમિકા ભજવે છે. ટ્રેલર તેમના ખીલેલા પ્રેમની ઝલક આપે છે અને શરૂઆતમાં તેમના પરિવારો ખુશ છે.

ટ્રેલર ઝડપથી ‘સાઇડ બી’ પર શિફ્ટ થાય છે, જ્યાં કપિલ અને સૌમ્યા એકબીજા સાથે લડતા અને છૂટાછેડા તરફ જતાં જાેવા મળે છે, જેથી દરેક જણ એ પ્રશ્ન કરે છે કે શું ખોટું થયું છે. આ ટ્રેલર રોમાન્સ, ડ્રામા અને કોમેડીની રોલરકોસ્ટર રાઈડની ઝલક દેખાડે છે. આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ ફિલ્મ તારીખ ૨ જૂન, ૨૦૨૩ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. ઘણાં સમયથી ફરી રહેલા રિપોર્ટ્‌સ પ્રમાણે સારા સાથેના સંબંધો તૂટ્યા બાદ શુભમન બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. બંને અગાઉ ડિનર ડેટ એન્જાેય કરતાં દેખાયા હતા તો ફ્લાઈટમાં સાથે મુસાફરી કરી રહ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી હતી.

જાે કે, અત્યારસુધી બંનેમાંથી કોઈએ પણ આ અંગે મગનું નામ મરી પાડ્યું નહોતું. સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યનને ડેટ કરતી હતી, તેમની લવ સ્ટોરીની શરૂઆત કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિશ કરણ’થી થઈ હતી. ત્યારબાદ તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં દેખાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

જાે કે, ફિલ્મ રિલીઝ થાય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સારા અલી ખાનનું નામ ઈશાન ખટ્ટર સાથે પણ ચર્ચાયું હતું. આ સિવાય સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. તેમજ વીર પહાડિયા સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા હતા. જે બાદમાં ડિલીટ કરી દીધા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers