Western Times News

Gujarati News

૩ કલાકમાં ૪૫૦ જેટલી રીલ્સ જોઈ કાઢે છે આજના યુવાનો

વડોદરા, જાે તમારા પરિવારમાં Gen Z (૮થી ૨૩ વર્ષ) સભ્ય છે તો તમે જાણતા જ હશો તે તેમના માટે ટાઈમપાસ કરવાનું ફેવરિટ કામ મોબાઈલ સ્ક્રીન પર વળગી રહેવાનું છે. Today’s youth watch about 450 reels in 3 hours

પરંતુ તમારે આ માટે ચિંતા કરવાની જરૂર નથી, આ એક નવી ગંભીર સમસ્યા છે, જે એમએસ યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે. સ્ટડીમાં ખુલાસો થયો છે કે, આ પેઢી દરરોજ લગભગ ત્રણ કલાક માત્ર ફ્રી વીડિયો-શેરિંગ એપ્સ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો જાેવામાં વિતાવે છે.

સ્ટડીમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓ ૬૦ સેકન્ડની રીલ્સ અથવા ૧૫ સેકન્ડની ક્લિપ્સ જાેવા માટે સ્માર્ટફોન પર ટોટલ સ્ક્રીન સમયના પાંચ કલાકમાંથી ૬૦ ટકા સ્પેન્ડ કરે છે. દરેક રીલ લગભગ ૧૫ સેકન્ડની હોય છે, વિદ્યાર્થીઓ નિયમિત ૧.૫ કલાકથી ૨ કલાકના સમયમાં આશરે ૩૬૦થી ૪૮૦ રીલ્સ જુએ છે.

આ તમામ પ્લેટફોર્મ પર અમર્યાદિત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે જેવા ફીચર્સના કારણે કન્ટેન્ટના ઉપયોગને સરળ બનાવે છે અને યૂઝર્સ લાંબા સમય સુધી તેમા વળગેલા રહે છે. આ વર્તન તેમની એકાગ્રતાને નુકસાન પહોંચાડે છે, તેમના ધ્યાનના સમયમાં ઘટાડો કરે છે તેમજ તેમની ઓવરઓલ હેલ્થને પણ નુકસાન પહોંચાડે છે, તેમ એક શિક્ષકે જણાવ્યું હતું, જેના માર્ગદર્શન હેઠળ મ્જષ્ઠના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ સ્જીેંના ૩૨૯ વિદ્યાર્થીઓ પર સ્ટડી કર્યું હતું.

‘આ પ્લેટફોર્મ યૂઝરના રસના આધારે કન્ટેન્ટને પર્સનલાઈઝ કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જે તેમને ક્યારેય ખતમ ન થતાં વીડિયોની સાયકલ સાથે જાેડી દે છે’, તેમ પ્રોફેશનલ રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું, જેમણે ‘શોર્ટ વીડિયો એન્ડ સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થઃ એન ઈન્વેસ્ટિગેશન’ના ટાઈગલ હેઠળ સ્ટડી કર્યું હતું. સૌથી નવાઈની વાત તો એ છે કે, ૬૫ ટકા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી વીડિયો જાેયા બાદ દોષભાવ અને ઉદાસીનતા અનુભવે છે.

‘દરેક વીડિયો મગજમાં ડોપામાઈન રિલીઝ કરે છે, જે વ્યક્તિને ડ્રગ જેવા એડિક્ટિવ બનાવે છે’, તેમ શ્રીવાસ્તવે વાતચીત કરતાં જણાવ્યું હતું. આ એડિક્શન યુવાનોને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી ભાગવામાં મદદ કરે છે.

રસપ્રદ રીતે, ૪૦ ટકા છોકરીઓની સરખામણીમાં ૬૦ ટકા છોકરાઓ લાંબા સમય સુધી જુએ છે, જેનો સમયગાળો આશરે ૨થી ૩ કલાક હોય છે, જે શોર્ટ વીડિયોના વ્યસની થવામાં લિંગ-આધારિત તફાવત દર્શાવે છે. શુભમ સિંહ, ખુશાલી સૌમ્યા, મોહમ્મદ અંજુમ, શુભમ ભાવસાર અને અતુલ સહાનીએ કરેલા સર્વેમાં ૫૫% પુરૂષ અને ૪૫% મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

‘આ રિસર્ચ સૂચવે છે કે વધુ પડતા વપરાશથી નકારાત્મક લાગણીઓ ફરી વળે છે કારણ કે વિદ્યાર્થીઓને બાદમાં તેમનો સમય બગાડવાનો પસ્તાવો કરે છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.

લગભગ ૭૫ ટકા વિદ્યાર્થીઓએ તેઓ પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય પસાર કરતા હોવાનું સ્વીકાર્યું હતું તો ૬૫ ટકાએ શોર્ટ વીડિયો જાેવાના કારણે તેમની ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ સ્ક્રીનમાંથી આવતી બ્લૂ લાઈટ વિદ્યાર્થીઓની ઊંઘની ગુણવત્તા માટે હાનિકારક સાબિત થઈ રહી છે, કારણ કે ઓવર એક્સપોઝર ખાસ કરીને અંધારામાં મેલાટોનિન હોર્મેનના ઉત્પાદનને ઘટાડે છે, જે ઊંઘને નિયંત્રિત કરે છે.

જે વિદ્યાર્થીઓ રાતે વીડિયો જાેતા હતા તેમના તરફથી અપૂરતી ઊંઘની ફરિયાદ મળી હતી. ‘અપૂરતી ઊંઘ એકાગ્રતામાં ઘટાડો કરે છે જે તેમના શૈક્ષણિક પર્ફોર્મન્સ પર અસર કરે છે’, તેમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. વધારે શોર્ટ વીડિયો જાેતા વિદ્યાર્થીઓ લેક્ચર અને રીડિંગ મટિરિયલ્સ જેવા લાંબા કન્ટેન્ટમાં પોતાનું ધ્યાન પરોવી શકતા નથી.

સ્ટડી કરાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓમાં એકાગ્રતાના સમયમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાક અગાઉ કરેલા સ્ટડીમાં પણ જાણવા મળ્યું હતું કે, મનુષ્યનું ધ્યાન ૧૨ સેકન્ડથી ઘટીને ૮ સેકન્ડ થયું છે, જે ગોલ્ડફિશ કરતાં ઓછું છે જે અંદાજે ૯ સેકન્ડ જેટલું છે. મોટાભાગના વિદ્યાર્થીઓને તો તેમણે છેલ્લી કઈ રીલ જાેઈ હતી તે પણ યાદ રહેતું નથી. ‘અનંક સ્ક્રોલિંગ શોર્ટ-ટર્મ મેમરીને અસર કરી શકે છે. ઝડપથી બદલાતું કન્ટેન્ટ માહિતીને મગજ સુધી અસરકારક રીતે પહોંચાડવામાં અવરોધી બને છે’, તેવું સ્ટડીનું તારણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.