Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજા રામમોહન રોયની ૨૫૧મી જન્મ જયંતિ નિમિત્તે 26 મે, 2023ના રોજ નૃત્ય નાટક યોજાશે

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રીશ્રી મુળુભાઇ બેરા સહીત અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત

ભારત સરકાર દ્વારા યુગપુરુષ રાજા રામમોહન રોયની ૨૫૧મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, નવી દિલ્હી હસ્તકના રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન, (On the occasion of Raja Rammohan Roy’s 251st birth anniversary, a dance drama will be held on May 26)

કલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે, “યુગપુરુષ રાજા રામમોહન રોય”ના જીવન અને કાર્યો વિષયક નૃત્ય નાટકનું આયોજન આગામી ૨૬ મે એ કરવામાં આવ્યું છે.

અમદાવાદ એચ. કે. કોમર્સ એન્ડ આર્ટ્સ કૉલેજ આશ્રમ રોડ, ખાતે સવારે ૧૧ કલાકે આ કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, સંસદ સભ્યશ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી, અમદાવાદ મહાનગર પાલિકના મેયરશ્રી કિરીટકુમાર પરમાર, સહીત અમદાવાદ અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers