Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

AMC દ્વારા ધોરણ 10 માં ઉતીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંડિત દિનદયાળ હોલ ખાતે ધોરણ 10 માં ઉતીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. AMC felicitated the bright students who passed class 10th SSC exam.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને હિતેષ બારોટ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આજે તા. 25-05-2023ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

ધોરણ-૧૦ બોર્ડના વિદ્યાર્થીઓનું કુલ પરિણામ ૬૪.૬૨ ટકા આવ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં સામાન્ય નીચું છે.

પાછલા વર્ષે ૬૫.૧૮% પરિણામ આવ્યું હતું. એટલે કે પાછલા વર્ષ કરતા આ વર્ષે પરિણામ સામાન્ય ઓછું આવ્યું છે. આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવનારી શાળાઓ અને ૩૦% કરતા ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે ૦% પરિણામ લાવનારી સ્કૂલોની સંખ્યા પણ પાછલા વર્ષ કરતા વધી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, સીએમ જણાવે છે કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવવે. આ સિવાય શિક્ષણમંત્રી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને જેઓ નાપાસ થયા છે તેમને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવી છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ થતા વોટ્‌સએપ સહિતના વિવિધ માધ્યમોથી ચકાસી શકે છે. કેટલી સ્કૂલો દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ ૯૫૮ કેન્દ્ર (પેટા કેન્દ્રો સહિત) પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં કુલ નિયમિત ૭,૩૪,૮૯૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમનું પરિણામ ૬૪.૬૨% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું કુભારિયા છે જ્યાંનું પરિણામ ૯૫.૯૨% આવ્યું છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers