Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મહિલા કલાકારોએ આસિત મોદી વિશે કહી ચોંકાવનારી વાત

અગાઉ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તારો રોલ આગળ વધશે તે નહીં તે પૂછવા આસિત મોદીને મેસેજ કર્યો હતો, તો તે ફોન કેમ ન કર્યો?

આસિત મોદીને પ્રિયાએ ટ્રેક વિશે પૂછ્યું તો તેણે કહ્યું હતું કે ‘તારે હવે ક્યાં કમાવાની જરૂર છે?

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ માટે ખરાબ દિવસો ચાલી રહ્યા છે તેમ ચોક્કસથી કહી શકાય. સૌથી પહેલા જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી પર શારીરિક શોષણ અને પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી તેમજ એક્ઝિક્યુટિવ હેડ જતિન બજાજ પર ટોર્ચરનો આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ બાવરીના રોલમાં જાેવા મળેલી મોનિકા ભદોરિયા તેના સપોર્ટમાં આવી હતી અને સેટ પર ખાસ કરીને મહિલા કલાકારો સાથે કેટલી હદે ખરાબ વર્તન કરવામાં આવે છે તેનો ખુલાસો કર્યો હતો. TMKOC Shocking things about Asit Modi

હવે TMKOCના પૂર્વ ડિરેક્ટર માલવ રાજદાની પત્ની, પ્રિયા આહૂજા જે રિટા રિપોર્ટરના પાત્રમાં હતી તેણે આસિત તેના પર કેવી કોમેન્ટ કરતાં હતા તે જણાવ્યું છે. તે અગાઉ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તારો રોલ આગળ વધશે તે નહીં તે પૂછવા આસિત મોદીને મેસેજ કર્યો હતો, તો તે ફોન કેમ ન કર્યો? મેં ઘણીવાર ફોન કર્યો હતો પરંતુ તેણે રિપ્લાય આપ્યો નહોતો. પરંતુ એક દિવસ તેણે મારો કોલ રિસીવ કહ્યો હતો અને કહ્યું હતું કે ‘તું શું કામ કમાવવા માગે છે?

ઘરે રાણીની જેમ બેસ. તારો પતિ કમાઈ રહ્યો છે. જ્યારે માલવ શો ડિરેક્ટ કરી રહ્યો હતો ત્યારે આસિત સાથે છેલ્લે વાત થઈ હતી. જ્યારે મેં તેને મેસેજ કર્યો ત્યારે તેણે મને ફોન કરીને પૂછ્યું હતું કે ‘શું થયું? શું કામ છે?’ મેં તેને શોમાં મારા સીન વિશે પૂછ્યું તો તેણે પછી વાત કરીશ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેનિફર અને અંબિકાએ (કોમલભાભી) મને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.

જેનિફરે મને એક થેરાપિસ્ટનું નામ સૂચવ્યું હતું. તે મને આધ્યાત્મિકતા, મેડિટેશન વગેરેની વાતો કરવા ફોન કરી હતી. તે અદ્દભુત વ્યક્તિ છે, જે ક્યારે અપશબ્દો બોલતી નથી. TMKOCની ટીમ તરફથી કહેવામાં આવ્યું કે તે બધાને ગાળો આપતી હતી તે વાત ખોટી છે. હું એક બીજી વાત કહું તમને. શોના સેટ બધા આજકાલ માલવ અને મારી વાતો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અમારે આ મામલે ન બોલવું જાેઈએ.

કેમ અમારે ન બોલવું જાેઈએ? સચિન તેંડુલકરે રમવાનું બંધ કરી દીધું તો તેનો અર્થ એવો થોડો છે કે તે ક્રિકેટ વિશે વાત ન કરે? શું લોકો તેમના યોગદાનને ભૂલી જશે? પ્રોડક્શન ટીમના વર્તનને મન પર લેતી નહોતી અને મારી લાગણીઓને અંદર દબાવી રાખતી હતી. હું ઘણીવાર જતિનને કહેતી હતી કે હું આ શો હવે નહીં કરી શકું પરંતુ તે કોઈ પણ રીતે સેટ પર આવવા મનાવી લેતો હતો.ss1

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers