Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બાયડ તાલુકાના જીતપુર ગામે દબાણો દૂર કરાતાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાના જીતપુર ગામે બુધવારના રોજ રસ્તા પૈકીના કેટલાક દબાણો દૂર કરવામાં આવતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.

ર્બાયડ તાલુકાના જીતપુર ગામે દબાણોના પ્રશ્ને અવારનવાર અરજીઓનો તુમાર ખડકાયો હતો વારંવાર દબાણો દૂર કરવાની તારીખો નક્કી કરી બદલવામાં આવતી હતી બુધવારના રોજ તંત્રએ જીતપુર ગામના દબાણો દૂર કરવા કમર કસી હતી. બાયડ તાલુકાના જીતપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વિકાસ અધિકારી બાયડ, મામલતદાર કચેરીના સત્તાવાળાઓ

અને રેવન્યુ સ્ટાફની ઉપસ્થિતિમાં રસ્તા પૈકીના દબાણમાં આવતા પાકા અને કાચા બાંધકામો લોકોના આક્રોશ વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.

ગામમાં દબાણો દૂર કરવામાં આવતા ગ્રામજનોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી જીતપુર ગામમાંથી અરજદાર બાબરભાઈ મથુરભાઈ પટેલે અખબારી પ્રતિનિધિઓ આગળ બડા આપો ઠાલવતા જણાવ્યું હતું

કે મારી અરજી મુજબના પૂરેપૂરા દબાણો દૂર કરવામાં આવ્યા નથી અને તંત્રએ નકશા મુજબના તંત્ર દ્વારા નક્કી કરાયેલા દબાણો દૂર કરવામાં વહાલા દવલાની નીતિ અપનાવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers