Western Times News

Gujarati News

દરીયા કાંઠાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યો

File Photo

જામનગર, ખીજડીયાના ખેડુત પાણીનું રીચાર્જ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. જેનાથી ખેતીની ગુણવતા સાથેનુ સારુ ઉત્પાદન મળે છે. દરીયા કિનારો નજીક હોવાથી તળમાં પાણી ખારા હોય છે. તેથી ખેતી માટે પાણી મેળવવુ મુશકેલ બનતુ હોય છે. ત્યારે જામનગરના ખેડુતે વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણીને રીચાર્જ કરવામાં સફળતા મેળવી છે.

જામનગરનું ખીજડીયા ગામ જે દરીયા કાંઠે આવેલુ છે. જેથી બોરમાં મળતુ પાણી ખારૂ હોય અથવા ક્ષારયુકત હોય છે. જે ખેતી માટે ઉપયોગી બનતુ નથી. આ સમસ્યા ઉકેલ કરવા ખીજડીયાના ખેડુત જેન્તી વસોયાએ વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણીને રીચાર્જ કરી ખેતી માટે ઉપયોગ કરે છે.

જામનગરના આ ખેડૂત પોતાના ખેતરમાં ખારા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનુ શરૂ કર્યુ અને તેથી બોરના પાણી મીઠા બનતા બગાયતની ખેતીના પાક મેળવે છે.

ખેડૂતે પોતાના વિસ્તારમાં થતી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સોશિયલ મીડીયામાં વિડીયો જાેયો. પોતાની કોઠાસુઝથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનુ શરૂ કર્યુ. જે માટે અંદાજીત ૪૫ હજારનો ખર્ચ કરીને ૮ બાઈ ૮ ની જગ્યાએ ૧૦ ફુટ ઉંડો ખાડો કરીને તેમા ચારેલી રેતી ભરી. જે જગ્યા ખેતરના ઢાળમાં આવતી હોય તેથી વરસાદી પાણી અહી એકઠુ થતુ હોય છે તે મીનીટોમાં જમીનમાં ઉતરે છે. જેનાથી બોરના પાણી મીઠા થયા છે.

મીઠા પાણી મળતા બગાયત પાક ગુણવતા સાથે સારો પાક મેળવી રહ્યા છે. છેલ્લા છ વર્ષથી ગાય-આધારીત ખેતીને સારી ઉપજ અને આવક મેળવે છે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મેળવ્યો છે.

હાલ ખેતરમાં ખારેક, નારીયેળ, સફરન, જામફળ સહીતના પાકનુ વાવેતર કરે છે. છેલ્લા વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને બોરના પાણીનો ઉપયોગ સિચાઈમાં કરે છે. વરસાદી પાણી જમીનમાં ઉતરતા પાણીમાં ક્ષારનુ પ્રમાણ ઓછુ થયુ છે. જે સિચાઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેનાથી જમીનની ફળદ્રુપતા વધી છે. અને ખેતઉત્પાદનમાં ગુણવતાસભર ઉપજ મેળવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.