Western Times News

Gujarati News

વરસાદથી રાણીપ મેટ્રો સ્ટેશન પર થયેલી નુકશાની

અમદાવાદ, અમદાવાદમાં રવિવારે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ત્યારે ભારે વરસાદે અનેક જગ્યાએ નુકશાનીના દ્રશ્યો સર્જ્‌યા હતા. તેવામાં સોશિયલ મીડિયા પર એક મેટ્રો સ્ટેશનના ફોટો વાયરલ થઈ રહ્યા છે.જેમાં જાેવા મળી રહ્યું છે કે હાજર વસ્તુઓમાં ઘણી નુકશાની થઈ છે.

રાણીપ મેટ્રો સ્ટેશન પર થયેલી નુકશાનીના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થયો હતો. ત્યારે બીજી તરફ, મોટેરા સ્ટેડિયમમાં પણ વરસાદ પડતા ક્રિકેટ રસિયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.