Western Times News

Gujarati News

સાઈકલિંગથી તંદુરસ્ત રહેવાના લાભ વિશે વાત કરે છે-ટીવીના કલાકારો

નિયમિત શારીરિક પ્રવૃત્તિ, જેમ કે, સાઈલિંગ અનેક ગંભીર બીમારીઓ સામે તમારું રક્ષણ કરે છે તે સુવિખ્યાત છે. મોજમસ્તીભરી, ઓછા પ્રભાવવાળી સાઈકલિંગની કસરત કોઈ પણ પોતાના રોજના નિત્યક્રમમાં આસાનીથી સમાવી શકે છે.

આ વર્લ્ડ બાઈસિકલ ડે પર એન્ડટીવીના કલાકારો સઈકલિંગથી તંદુરસ્ત રહેવાના લાભ તેમને કઈ રીતે મળ્યા તે વિશે વાત કરે છે. આમાં આરજે મોહિત (મનોજ, દૂસરી મા), આર્યન પ્રજાપતિ (હૃતિક સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને આસીફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર દૂસરી મામાં મનોજની ભૂમિકા ભજવતો આર જે મોહિત કહે છે, “મને બાઈસિકલિંગ અને પેડલિંગનો બહુ શોખ છે અને હું સાઈકલિંગ મેરેથોન અને રેસમાં સક્રિય ભાગ લેનારો પ્રોફેશનલ સાઈકલિસ્ટ છું. સાઈકલિંગ મારા ફિટનેસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. રોજ સવારે હું સાઈકલ ચલાવીને મારા દિવસની શરૂઆત કરું છું અને હું મોટે ભાગે જરૂર પડે ત્યારે પરિવહન માટે સાઈકલનો જ ઉપયોગ કરું છું.

આરંભમાં હું શારીરિક ફિટનેસ માટે સાઈકલિંગ કરતો હતો. જોકે સમયાંતરે હવે મારે માટે તે થેરપીનું સ્વરૂપ બની ચૂક્યું છે. હું સાઈકલિંગ કરું છું ત્યારે મારો તાણ અને બેચેની દૂર ભાગી જાય છે, જેની સામે મને ખુશી અને સંતોષ મળે છે. સાઈકલિંગ કરવાથી મારી એકાગ્રતા વધે છે અને વર્તમાન અવસર પ્રત્યે મારી જાગૃતિ વધે છે, કારણ કે સાઈકલિંગ કરતી વખતે આગળના રસ્તા પર ધ્યાન કેન્દ્રિત રાખવું પડે છે. નોંધનીય રીતે હું 50 કિમીથી વધુ અંતર આસાનીથી કાપી શકું છું અને મારું લક્ષ્ય મારી સીમાઓ પાર કરવાનું અને મારી સહનશક્તિ વધારવાનું છે.”

હપ્પુ કી ઉલટન પલટનનો આર્યન પ્રજાપતિ ઉર્ફે હૃતિક સિંહ કહે છે, “સાઈકલિંગ સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવવા અને હાંસલ કરવાની એક ઉત્તમ પદ્ધતિ છે. તેનાથી સ્ટેમિના, શક્તિ અને એરોબિક ક્ષમતા વધે છે, જેથી આ કસરતના કોઈ પણ સ્વરૂપ કરતાં અસમાંતર છે. સાઈકલિંગ કરવાથી મળતી ખુશી બેજોડ હોય છે.

મને મારા વાલી પાસેથી મારી અત્યંત પ્રથમ સાઈકલ ભેટમાં મળી તે આજે પણ યાદ છે. સાઈકલ ચલાવ્યા વિના મારો કોઈ દિવસ પસાર થતો નથી. હું સાઈકલિંગ પ્રત્યે સમર્પિત છું, જેથી સેટ્સ પર પણ લઈને આવું છું. લીઝર દરમિયાન અમારા નાયગાવ સેટ્સની બહાર મજેદાર રાઈડ્સ માટે ઝારા વારસી (ચમચી) અને સોમ્યા આઝાદ (રણબીર) પણ મારી સાથે જોડાય છે.

સ્પોર્ટસનો કટ્ટર શોખી હોવાથી હું મારા વિસ્તારમાં પણ મારી વિશ્વાસુ સાઈકલ ફેરવવાની તક છોડતો નથી. સાઈકલિંગના લાભ અંગત સ્વાસ્થ્યની પાર હોય છે. તે આર્થિક અને પર્યાવરણીય લાભો પણ આપે છે. સાઈકલિંગ કરીને તમે નાણાં બચાવી શકો, ફિટનેસ જાળવી શકો, ઈંધણની જરૂર પડતી નથી અને રસ્તા પર અકસ્માત કે દુર્ઘટનાની શક્યતા પણ ઓછી થાય છે. સાઈકલિંગ સ્વાસ્થ્ય કલ્યાણ માટે આધ્યાત્મિક અભિગમ છે, જે જીવનના ઘણા બધા પાસાંમાં લાભ આપે છે.”

ભાભીજી ઘર પર હૈનો  આસીફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “ઘણા બધા લોકો સાઈકલ એટલે બાળકોની રમવાની ચીજ છે એવું માને છે તે બહુ જ નિરાશાજનક છે. સાઈકલના શારીરિક અને માનસિક લાભો સમજવામાં તેઓ નિષ્ફળ જાય છે.

સાઈકલિંગ આપણા રોજના જીવનમાં નિયમિત કસરત સમાવવાની સૌથી અસરકારક રીતમાંથી એક છે. સાઈકલિંગથી સ્નાયુ મજબૂત બનાવે છે અને ઉપાપચય વધે છે. ઉપરાંત તેનાથી વિવિધ સ્વાસ્થ્યની સ્થિતિઓનું જોખમ પણ ઓછું થાય છે. આથી જ હું શક્ય હોય ત્યારે સાઈલિંગ કરું છું. તે દરેક ઉંમરને અનુકૂળ સ્વસ્થ, મનોરંજક અને ઓછા પ્રભાવની કસરત છે. ઉપરાંત સાઈકલિંગ આપણા રોજબરોજના પ્રવાસની જરૂરત માટે પરિવહનનું વ્યવહારુ માધ્યમ બની શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.