Western Times News

Gujarati News

હોર્ન વગાડવા બાબતે યુવતિને ફટકારી, કપડાં ફાડી છેડતી કરી

પ્રતિકાત્મક

કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

(એજન્સી)અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં હોર્ન વગાડવાની તકરારમાં માથાકુટ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા યુવકે મહીલાને ગાળો આપી હતી અને માર મારી કપડા ફાડી તેની છેડતી કરી હતી. આ ઉપરાંત અન્ય યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીએ બે વ્યકિત સામે છેડતી સહીતની કલમ હેઠળ ફરીયયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. The girl was beaten, her clothes torn and molested for playing the horn

શહેરના સૈજપુુર બોઘા વિસ્તારમાં ૩પ વર્ષીય રેખા ઓળખ છુપાવવા નામ બદલ્યું છે. સાસુ પતી સહીતના પરીવાર સાથે રહે છે. ગઈકાલે રેખા પતી સાથે સંતાનના કપડાં ખરીદી કરવા ગઈળ હતી. તે પરત આવી ત્યારે તેમના જ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ પ્રજાપતી રેખાના સાસુ અને નણંદ સાથે બોલાચાલી કરી રહયાં હતાં.

જેથી સાસુને આ અંગે પૃચ્છા કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ બાઈકનું હોર્ન વગાડતા વગાડતા જતા હતા. જેથી હોર્ન વગાડવાની ના પાડતા તેઓ બોલાચાલી કરી રહયાં છે. જેથી રેખાએ પ્રવીણભાઈને બોલાચાલી કરવાની ના પાડતા પ્રવીણભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને નણંદને લાફો મારી દીધો હતો.

ત્યારબાદ રેખા સાથે ઝઘડો કરી માર મારશી તેના કપડાં ફાડી નાખ્યા હતા. અને છેડતી કરવા લાગ્યો હતો. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો આવી ગયા હતા અને વિશાલ પ્રવીણભાઈ પ્રજાપતી પણ ત્યાં આવી ગયો હતો, તેણે રેખાના પતીને ધમકી આપી હતી.

કે, તું ઘરની બહાર નીકળી જાે તમે જાનથી મારી નાંખીશ જેથી રેખાએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. જયાં રેખાએ પ્રવીણભાઈ અને વિશાલ સામે છેડતી સહીતની કલમ હેઠળ ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.