Western Times News

Gujarati News

રથયાત્રા પહેલાં ભાઈચારો વધે તે માટે હિન્દુ-મુસ્લીમ જૂથ વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રથયાત્રા પહેલાં નફરતના ઝેરને મિટાવવા પોલીસનો એક અદૂભુત પ્રયાસ-શહેર પોલીસ કમીશ્નર, જગન્નાથ મંદિરના મહંત સહિતના લોકોએ ક્રિકેટ રમીને મોજ માણી

(એજન્સી)અમદાવાદ, પોલીસનું કામ ગુનાખોરી રોકવાનું છે. ગુનેગારોને પકડવાનું જ હોય છે તેવું કેટલાક લોકો ભલે માની રહયા હોય પરંતુ પોલીસની કામગીરી તેનાથી ઘણી વિશેષ રહી છે. જેનાથી મોટા ભાગના લોકો ખરેખર અજાણ હોય છે.

આપણા અમદાવાદમાં ઘણાં વર્ષોથી કેટલાક લોકો પોતાના મનમાં દુશ્માનવટનું ઝેર દુર થાય અને સમાજમાં કોમી એકતા અને ભાઈચારાના નવા સુચનો ઉદય થાય તે માટે શહેર પોલીસે એક અદ્‌ભૂત અને નવતર પ્રયાસ શરૂ કર્યો છે, જેને અમદાવાદીઓએ દિલથી બિરદાવ્યો છે.

રથયાત્રા નજીક આવી રહી હોવાથી શહેરના સંવેદનશીલ વિસ્તારોના રહીશો વચ્ચે કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ-મુસ્લીમ ભાઈ-ભાઈની નીતી સાથે મેચ રમવામાં આવે છે. ગઈકાલે ૩ર ટીમો વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. આ ક્રિકેટ મેચમાં શહેરના ઈન્ચાર્જ પોલીસ કમીશ્નર પ્રેમવીરસિંહ તેમજ જગન્નાથ મંદીરના મહંત દીલીપદાસજીએ પણ ક્રિકેટ રમીને આનંદ લીધો હતો.

શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રશયાત્રા કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે. જેમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારના રહીશોને મળીને ૩ર ટીમીો વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. સરસપુર વિક્રમ મિલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઈટક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. જેને એકતા કપ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમીશ્નર પ્રેમવીરસિંહ સેકટર-૧ જાેઈન્ટ પોલીસ કમીશ્નર નીરજ વડગુજજર, ડીસીપી સુશીલ અગ્રવાત જગન્નાથ મંદીરના મહંત દિલીપદાસજી મહારાજ, મૌલાના સહીત અનેક લોકોએ બેટીગ કરીને ક્રિકેટ પીચ પર હાથ અજમાવ્યો હતો. રથયાત્રાના બંદોબસ્ત તેમજ કામના ભારણ વચ્ચે પોલીસ કમીશ્નર, મહંત સહીતના લોકોએ ક્રિકેટ રમીેને આનંદનો થોડો સમય પસાર કર્યો હતો.

ગઈકાલે ૧૦-૧૦ ઓવરની મેચ રમાઈ હતી, જેમાં કુલ ત્રણ મેચનું આયોજન થયું હતું. મેચની શરૂઆતમાં અમદાવાદ શહેર પોલીસની બે ટીમ આમનેસામને રમી હતી. ત્યારબાદ શહેરની હિન્દુ-મુસ્લીમ સમીતીના લોકો રમ્યા હતા. રથયાત્રાના રૂટ પર રહેતા રહીશોની કુલ ૧૬ ટીમો છે. જે ચાર દિવસ સુધી ગ્રાઉન્ડ પર મેચ રમશે, જેમાંથી વિજેતા ખેલાડીઓને દોઢ લાખનું ઈનામ મળશે.

રથયાત્રા તેની પરંપરા અનુસાર નિર્ધારીીત રૂટ પર શહેરની પરીક્રમાઓ નીકળવાવની છે. ર૦ જુન ર૦ર૩ના દિવસે ૧૪૬મી વખત રથયાત્રા શહેરની પરીક્રમાએ નીકળશે. મોબાઈલ-લેપટોપ અને ટેકનોલોજીના યુગમાં એક જ ગલી-મહોલ્લા કે શેરીમાં રહેતા લોકો એકબીજાને ઓળખતા નથી.

જેથી વિસ્તારના લોકો એકબીજાને ઓળખતા થાય તેમજ કોમી એકતાનું વાતાવરણ જળવાયેલું રહે તે હેતુથી શહેર પોલીસે બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાવનું નકકી કર્યું હતું. અગાઉ વર્ષ ર૦રરમાં પણ આ પ્રકારે ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું.

જેથી સફળતા બાદ આ વર્ષે પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલાં અમદાવાદ પોલીસે નુકકડ નાટક દ્વારા લોકોને હિન્દુ-મુસ્લીમ એકતા અંગે સમજ આપી હતી. સમાજમાં કોમી એકતા જળવાઈ રહે અનેકોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટેની પોલીસની આ કામગીરીને બંને કોમના લોકોએ બિરદાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.