Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગાર પર SMCના દરોડા

પ્રતિકાત્મક

મુખ્ય સૂત્રધાર સહિત છ લોકો વોન્ટેડઃ ઓચિંતી રેડથી અફરાતફરીનો માહોલ સર્જાતાં ભાગવામાં બે સફળ

અમદાવાદ, રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), ક્રાઈમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ત્રાટકી રહી છે. બુટલેગર તેમજ જુગારનો અડ્ડો ચલાવતા લોકો પોતાનાં રિસ્ક પર દારૂ અને જુગારના અડ્ડા ચલાવી રહ્યાં છે.

ગુરુવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરાઈવાડીમાં ધમધમતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ કરીને નવ લોકોની ધરપકડ કરી છે. એસએમસીએ મુખ્ય સૂત્રધારની જીપ કમ્પાસ કાર પણ જપ્ત કરીને કુલ રૂા.૧૭.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. એસએમસીની રેડથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે બે લોકો ભાગવામાં સફળ થયા છે.

એસએમસીની ટીમને બાતમી મળી હતી કે સચીન રાજપૂત નામનો શખ્સ અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ઓમનગરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધઆરે એસએમસીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આઠ લોકોની ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઘટના સ્થળ પરથી મૂકેશ રમણલાલ પંડ્યા (રહે.ઓઢવ), કમલેશ અંબાલાલ ભટ્ટ (રહે.મેઘાણીનગર), પારસ ખટિક (રહે.અમરાઇવાડી), ભરત પાલ (રહે.ઓઢવ), વિજય દેવીપૂજક (રહે.રામોલ), મોહમંદ ફારુક અંસારી (રહે.ગોમતીપુર), આકાશ ચૌહાણ (રહે.અમરાઈવાડી) અને અજય વણજારા (રહે.અમરાઇવાડી)ને ઝડપી પાડ્યા છે. મૂકેશ અને કમલ વરલી મટકાનો આંકડો લખતા હતા

જ્યારે બીજા સાત આરોપીઓ પોતાનું નસીબ અજમાવવા માટે આવ્યા હતા. વરલી મટકાનો જુગાર ચલાવનાર સચીનસિંહ રાજપૂત છે. સચીન જુગારને અડ્ડો શરૂ કરતાં પહેલાં એક ગેંગ બનાવી હતી. જેમાં તેણે તમામને અલગ અલગ કામગીરી આપી દીધી હતી. સચીનની ગેંગમાં રમેશ નામનો યુવક અડ્ડા પર નોકરી કરતા લોકોનો પગાર ચૂકવે છે. જ્યારે હિતેશ રાઇટર પાસેથી રૂપિયા કલેક્ટર કરવાનું કામ કરે છે.

SMCએ રેડ કરી ત્યારે કેટલાક લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જેમાં પોલીસના હાથે એક આઇફોન તેમજ બઇકની ચાવી આવી ગઈ હતી. એસએમસીએ કુલ ૧૫ લોકો વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યાે હતો. એસએમસીએ ઘટના સ્થળ પરથી ૧૫ લાખ રૂપિયાની જીપ કમ્પાસ કાર, રિક્ષા, બાઇક તેમજ રોકડ સહિત કુલ ૧૭.૪૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.