Western Times News

Gujarati News

PGVCLની ત્વરિત કામગીરીથી મોરબીના ગ્રામજનોને વધુ હાલાકી ભોગવવી ન પડી

માળિયા મિંયાણામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો વીજળીક ઝડપે પૂર્વવત્‌

મોરબી, બિપોરજાેય વાવાઝોડું કચ્છના જખૌ પાસે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં પણ વર્તાઈ હતી અને નવલખી પોર્ટ સહિત જિલ્લાભરમાં ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો જેના કારણે મોરબી જિલ્લામાં ઠેર ઠેર વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા.

માળિયાના સુલતાનપુર, ખાખરેચી, ચીખલી, માણાબા, વેજલપર, જુનાઘાંટીલા, વેણાસર, કુંભારિયા, નવલખી રોડ આસપાસના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં બિપોરજાેય વાવાઝોડાની જાેરદાર અસર જાેવા મળી હતી જેના કારણે સુલતાનપુર, ખાખરેચી, ચીખલી ગામે વીજપોલ ધરાશાયી થયા જેને યુદ્ધના ધોરણે ઉભા કરવા

આ વખતે પીજીવીસીએલ ટીમના આગોતરા આયોજનના કારણે વિવિધ વિભાગમાં ટીમો તૈયાર કરી કાર્યરત સ્ટાફને ખડેપગે રાખી રાત દિવસ દોડાવી ઉમદા કામગીરી કરી વાવાઝોડા સાથે ચાલુ વરસાદે કર્મચારીઓએ ફરજ બજાવી હતી.

મોરબી જિલ્લામાં ૬૭૩ જેટલા વીજપોલને નુકસાન થવા પામ્યું હતું જયારે ર૧ ટ્રાન્સફોર્મરમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી તેમજ ૭૦ જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેને ત્વરિત કામગીરી કરવા કર્મચારીઓને કામે લગાડી ઘણી જગ્યાએ વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે.

વીજ કર્મચારીઓ બિપોરજાેય વાવાઝોડા વચ્ચે તનતોડ મહેનત કરી ખડેપગે રહ્યા હતા. વેજલપર પાવર હાઉસ ખીરઈ સબ સ્ટેશનના આવતા ગામડાઓને રાત્રી દરમિયાન તોફાની પવન વચ્ચે વિજ પુરવઠો ચાલુ રાખી બિપોરજાેય વાવાઝોડા સામે ટકકર લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તોફાની પવન વચ્ચે તા.૧પ/૧૬ જૂન રાત્રી દરમિયાન વીજપુરવઠો ચાલુ રાખી ખડેપગે રહ્યા તે બદલ પીજીવીસીએલના સ્ટાફની લોકોએ પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.