Western Times News

Gujarati News

વિસ્ફોટના દાવા વચ્ચે કેવી રીતે ટૂરિસ્ટ સબમરિન થઈ ગાયબ, 5 ના મોત

નવી દિલ્હી, ટાઈટેનિકના કાટમાળની સફર માટે ગયેલી સ્મોલ સબમરિન મિસિંગ હતી. આ અંગે ઘડિયાળના કાંટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તેવામાં US કોસ્ટ ગાર્ડે ગુરુવારે જણાવ્યું કે ૫ ટૂરિસ્ટ સાથે જે સબમરિન ગુમ થઈ ગઈ હતી એની તપાસ દરમિયાન ટાઈટેનિક પાસે અમને કાટમાળ મળી આવ્યો છે. જાેકે આ અંગે હજુ સુધી પુષ્ટિ નથી થઈ કે આ વ્રેકેજ જે છે  જાેકે ઓફિશિયલ્સ એવી ધારણા કરી રહ્યા છે કે આ કાટમાળ ટાઈટનનો હોઈ શકે છે. Tourist submarine goes missing, 5 dead

ગુરુવારે સતત ચાલતા સર્ચ ઓપરશેનને ૯૬ કલાક પસાર થઈ ગયા હતા. જેમાં સંભવિત રીતે અનુમાન લગાવાઈ રહ્યું હતું કે સ્મોલ સબમરિનની અંદરથી ઓક્સિજન પૂરો થઈ ગયો હશે. ટાઈટેનિકની સ્મોલ સબમરિન સફર પર નીકળી ત્યારથી લઈને ૪ દિવસ સુધી ઓક્સિજનનો પુરવઠો એમાં હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું હતું. જાેકે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્પષ્ટપણે ન કહી શકાય કે અંદર ઓક્સિજન નહીં હોય.

કારણ કે જાે મુસાફરોએ કાળજી પૂર્વક શ્વાચ્છોશ્વાસ કર્યા હશે તો પુરવઠો બચી પણ શકે છે. જાેકે દ્વિપક્ષીય અનુમાનો લગાવાઈ રહ્યા હતા કે શું સ્મોલ સબમરીન ક્રેશ થઈ ગઈ છે કે પછી અંદર ઓક્સિજનનો પુરવઠો સમાપ્ત હજુ નથી થયો અને લોકો જીવીત હોઈ શકે છે.

આ વચ્ચે ટાઈટેનિક જહાજનો એક ભાગનો કાટમાળ વિખેરાયેલો જાેવા મળતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે અહીં વિસ્ફોટ થયો હોઈ શકે. એટલું જ નહીં ત્યારપછી રિપોર્ટ્‌સ પ્રમાણે જાેવા જઈએ તો લગભગ તમામ ૫ લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. એટાન્ટિક મહાસાગરમાં સબમર્સિબલને વિસ્ફોટના કારણે ભયંકર નુકસાન પહોંચ્યું હોય તેવું સામે આવ્યું છે.

US કોસ્ટ ગાર્ડે કહ્યું કે કેનેડિયન શિપ મિસિંગ સ્પોટ પર પહોંચી ગઈ હતી. એટલું જ નહીં તેમની સાથે કેમેરાવાળા ડિપ-ડાઈવિંગ રોબોટ, લાઈટ્‌સ અને હથિયારો પણ ઓપરેશનમાં એડ કરાયા હતા. રેસ્ક્યૂ ટીમના મતે અંડર વોટર સાઉન્ડ વેવ્સના કારણે આ સર્ચ ઓપરેશન વધુ સફળ થઈ શકશે. ગત દિવસે દર ૩૦ મિનિટ સુધીમાં ટાઈટેનિકના કાટમાળ પાસેથી અવાજાે સંભળાઈ રહ્યા હતા. તેવામાં હવે એવી માહિતી મળી રહી છે કે ટાઈટેનિક આસપાસ કાટમાળ પણ જાેવા મળ્યો છે.

ફોરેન્સિક એક્સપર્ટે જણાવ્યું કે ઓછું ઓક્સિજન હોવાના કારણે સબમરીનમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડશે. સાઉન્ડ વેવ્સના કારણે સબમરિન મળવાની શક્યાતાઓ છે. પરંતુ તેને પાણીની સરફેસ સુધી લાવવા માટે પણ અનબોલ્ટ કરવાની જરૂર પડશે. આના માટે પણ અત્યારે તૈયારીઓ જાેરશોરથી કરાઈ હતી.

ટાઈટેનિકની ટૂરિસ્ટ સબમરીન લગભગ રવિવારે કાટમાળની સફર કરવા પહોંચી હતી. જ્યાંથી કલાકો સુધી સંપર્ક ન સાધી શકતા આ સ્મોલ સબમરિન મિસિંગ હોવાનું સામે આવ્યું હતું. ઓશનગેટ દ્વારા આ પ્રમાણેની ટ્રિપનું આયોજન કરાઈ રહ્યું છે. તેવામાં પહેલી ઘટના સામે આવી જેમાં ટૂરિસ્ટ સબમરિન ગાયબ થઈ ગઈ હોય. જાેકે આમા સવારી કરી રહેલા ૫ મુસાફરોની શોધખોળ માટે યુએસ, કેનેડાની રેસ્ક્યૂ ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

રડાર સિસ્ટમ, રોબોટ્‌સ સહિત હાઈટેક ટીમ સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારની માહિતી ન મળતા ઓફિશિયલ્સે કહ્યું કે ગુરુવાર સુધીમાં સબમરિનમાં ઓક્સિજનનો જથ્થો સમાપ્ત થઈ જાય એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું. ઓફિશિયલ્સે જણાવ્યું કે જ્યાં આ સ્મોલ સબમરિન મિસિંગ છે એ ડાર્ક એન્વાયર્નમેન્ટ છે.

અહીં કોઈપણ ઓબજેક્ટ જાે વધારે ઉંડાઈમાં જાય તો દૂર સુધી ફંગોળાઈ જાય છે. આ એક ડાર્ક ઓસિયનમાં નાની સોય શોધવા બરાબર મુશ્કેલ કામ છે. જાેકે રેસ્ક્યૂ ટીમને આશા છે કે બધા જીવિત હશે. તથા અમે અમારુ ૧૦૦ ટકા આપ્યું છે. આ શિપમાં પાઈલોટ સ્ટોક્ટન રશ કે જે ઓસિયન ગેટના સીઈઓ છે.

તથા તેમના મુસાફરો બ્રિટિશ એડવેન્ચરર હેમિશ હાર્ડિંગ; પાકિસ્તાની ઉદ્યોગપતિ શાહજાદા દાઉદ અને તેમનો પુત્ર સુલેમાન; ફ્રેન્ચ સંશોધક અને ટાઇટેનિક નિષ્ણાત પૌલહેનરી નાર્જિયોલેટ મુસાફરી કરી રહ્યા હતા.

કોસ્ટ ગાર્ડે કહ્યું કે એટલાન્ટિક મહાસાગરમાં પાંચ લોકો સાથે લાપતા ટાઈટન સબમર્સિબલને એક વિસ્ફોટના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. અમેરિકન રિયર એડમિરલ જાેન માઉગરે ગુરુવારે કહ્યું કે એક ઇર્ંફને કાટમાળ મળી આવ્યો હતો, જે જૂના ટાઈટેનિક જહાજનો હતો. તેમણે જણાવ્યું કે આ કાટમાળ કોઈક વિસ્ફોટના કારણે છૂટો પડી ગયો હશે. જાેકે ત્યારપછી શંકા-આશંકાઓનું તારણ કાઢી કંપનીના ઓફિશિયલ્સે ગુરુવારે જણાવ્યું કે ટાઈટેનિક ટૂરિસ્ટ સબમરિનમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે પાંચેયના દુઃખદ અવસાન થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.