Western Times News

Gujarati News

નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા હજારો માછલાઓના મોત

(પ્રતિનિધિ) ભરૂચ, પર્યાવરણ બચાવો સરકાર અને તંત્ર સહિત વિવિધ પર્યાવરણ સંસ્થાઓ વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરી રહી છે.પરંતુ ભરૂચ જીલ્લાના ઉદ્યોગપતિઓ ચોમાસુ શરૂ થતાં જ વરસતા વરસાદનો લાભ લઈ કંપનીમાં રહેલું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડી પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે.

રવિવારની મોડી રાત્રે વરસેલા વરસાદમાં અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાંસ મારફતે છોડતા અમરાવતી નદીમાં હજારો માછલાઓના મોત થતા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમ મેદાનમાં ઉતરી છે.ઘટનાને લઈને જીપીસીબીએ પણ અમરાવતી નદીના પાણીના સેમ્પલો લઈ કાર્યવાહી કરી છે.

પરંતુ જીપીસીબી દ્વારા કોઈ કડક કાર્યવાહી નહી કરી માત્ર સેમ્પલ લઈને કામગીરી કરી હોવાનો સંતોષ માનતી હોવાના આક્ષેપ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે.

પર્યાવરણ બચાવોના ભાગરૂપે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય છે.પરંતુ પર્યાવરણની જાળવણી થઈ શકતી નથી.તેના કરતા તો પર્યાવરણને વધુ નુકશાન ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.દર ચોમાસાની ઋતુમાં ઉદ્યોગપતિઓ વરસતા વરસાદનો લાભ લઈ પોતાની કંપની માંથી વરસાદી કાંસ મારફતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે અને પર્યાવરણને મોટું નુકસાન કરતા હોય છે.

પર્યાવરણની સાથે સાથે પશુ,પક્ષીઓ અને જીવચરને પણ મોટું નુકસાન થતું હોય છે.રવિવારના રોજ વરસેલા વરસાદમાં ઉદ્યોગપતિઓએ પોતાની કંપનીમાં રહેલું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવતા અમરાવતી નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણીના કારણે હજારો માછલાઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

વારંવાર ઉદ્યોગપતિઓ વરસાદનો લાભ ઉઠાવી કંપની માંથી પ્રદૂષિત પાણી છોડી પર્યાવરણને મોટું નુકસાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તથા તેમની ટીમ અમરાવતી નદી ઉપર પહોંચી ગઈ હતી અને હજારો જળચર જીવો એવા માછલાઓના મોત જાેઈ પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો

અને તાત્કાલિક જીપીસીબીના અધિકારીઓને જાણ કરતા જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળ ઉપરથી અમરાવતી નદીમાં પાણીના સેમ્પલો લઈ કઈ કંપની માંથી કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડવામાં આવ્યું છે તેનો ત્યાગ મેળવવાના પ્રયાસો કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.