Western Times News

Gujarati News

મહિલાની સુંદરતા જોઈ ચોરી કરવા આવેલા ચોરને પહેલી નજરમાં જ થઈ ગયો પ્રેમ

નવી દિલ્હી, ચોરીના કિસ્સા રોકવા માટે પોલીસ ભલે ગમે તેટલી મથામણ કરે પણ તે રોકી શકાતી નથી. મોટા ભાગે ચોર સૂમસાન જગ્યા પર ચોરી કરતા હોય છે અને શિકારનો સામાન ચોરીને ભાગી જતાં હોય છે. પણ શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, ચોરી કરતી વખતે ચોરને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય અને તે પોતાના શિકારને દિલ દઈ બેસે.

આવો જ એક કિસ્સો હાલમાં અમેરિકાના એક ચોર સાથે થયો છે, જે મહિલાને લૂંટવા માટે આવ્યો હતો અને તેને દિલ લઈ બેઠો. રિપોર્ટ અનુસાર, અમેરિકાના ઈંડિયાનાપોલિસમાં ગત ૮ મેના રોજ એક ચોંકાવનારી ઘટના બની. અહીં એમ્બર બેરોન નામની એક મહિલા રહે છએ.

એક દિવસ એંબર પોતાના કામમાં પરવારીને ઘરે મોડા આવી. તે સમયે ઘરની બહાર લાગેલા મેઈલ બોક્સમાં જરુરી પેપર્ય અને ચિઠ્ઠી વાંચી રહી હતી. તે જ સમયે ત્યાં એક બંદૂકધારી ચોર આવી પહોંચ્યો અને મહિલા પાસેથી રૂપિયાની માગ કરવા લાગ્યો. એમ્બર પાસે તે સમયે ૧૦૦ ડોલર હતા, જેથી મહિલાએ ડરના કારણે ચોરને આપી દીધા.

રૂપિયા લઈને ચોર તરત ત્યાંથી ભાગ્યો નહીં પણ બંદૂક બતાવતા એમ્બરને ફોન ખોલી ફેસબુક ચાલુ કરવા કહ્યું. જ્યારે એમ્બરે આવું કર્યો તો, ચોરે તેને કહ્યું કે, ફેબસુક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ. તે ચોરનું નામ ડેમિયન બોએસ હતું. એમ્બરે લાગ્યું કે, ફેસબુકમાં ફ્રેન્ડ થઈ જશે તો તેને છોડી દેશે અને ચોર ભાગી જશે. અને થયું પણ એવું જ . ચોર તો ત્યાંથી ભાગી ગયો, પણ ફેસબુક પર એમ્બરને મેસેજ મોકલવાનું શરુ કર્યું. એક મેસેજમાં તેણે જણાવ્યું કે, તેને એમ્બર સાથે પ્રેમ થઈ ગયો છે. તે ખૂબ જ સુંદર લાગે છે. તેણે કહ્યું કે, તે એવી છોકરી નથી, જેની સાથે લૂંટફાટ થાય. એટલા માટે તે તેના પૈસા પાછા આપી દેશે. એમ્બરને આ જાણીને ખુશી થઈ.

અને ચોરનું હ્‌દયપરિવર્તન થઈ ગયું. જ્યારે બીજા જ મેસેજમાં તેણે પોતાના દિલની વાત કહી દીધી. તેણે કહ્યું કે, તે ખરાબ માણસ નથી. તે ઈચ્છે છે કે, એમ્બર સાથે તે બહાર ડેટ પર જાય. એમ્બરને આ સાઁભળીને નવાઈ લાગી. મહિલાએ શખ્સને કહ્યું કે, તેનો એક પાર્ટનર છે. તે આવું કરી શકતી નથી. આ સમગ્ર ઘટનાથી એમ્બર ખૂબ જ ડરી ગઈ હતી. તે પોતાના જ ઘરની બહાર નીકળવામાં અસુરક્ષિત અનુભવી રહી છે. ચોરની ધરપકડ થઈ ગઈ છે અને તેના પર પહેલાથી એક આરોપ લાગી ચુક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.