Western Times News

Gujarati News

યુનિફોર્મ સિવિલ કોડને “AAP”નું સમર્થન

નવી દિલ્હી, યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોદી સરકારને આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સૈદ્ધાંતિક રીતે UCCને સમર્થન કરે છે.

સંદીપ પાઠકે કહ્યું હતું કે આર્ટિકલ ૪૪ પણ કહે છે ક UCC હોવો જાેઈએ, પરંતુ આમ આદમી પાર્ટીનું માનવું છે કે આ મુદ્દે તમામ ધર્મ અને રાજકીય દળો સાથે વાતચીત થવી જાેઈએ. તમામની સહમતી પછી જ એ લાગુ કરવો જાેઈએ.

આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ ભાજપની કાર્યશૈલી છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કે કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ મુદ્દા લઈને આવે છે. પાઠકે આગળ કહ્યું, ‘ભાજપને યુસીસીને લાગુ કરવા અને આ મુદ્દાનું સમાધાન કરવા સાથે કોઈ લેવાદેવા નથી.

ભાજપ માત્ર સ્ટેટ ઓફ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, જેથી દેશમાં વિભાજન ઊભું કરી શકાય અને ચૂંટણી લડી શકાય, કારણ કે વડાપ્રધાન મોદીએ છેલ્લાં ૯ વર્ષમાં કામ કર્યા હોત તો કામનો સહારો લઈ શકત, વડાપ્રધાનને કામનો સહારો નથી, આથી તેઓ ેંઝ્રઝ્રનો સહારો લેશે.’ બીજી તરફ, કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ કહ્યું-

ેંઝ્રઝ્ર નવો મુદ્દો નથી. આ બાબત ૨૦૧૬માં મળી હતી, આ અંગે ૨૦૧૮માં કન્સલ્ટેશન પેપર પણ બહાર પાડવામાં આવ્યું હતું. કાયદા પંચે યુસીસી અંગે પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે આયોગે સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માગ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડનું નોટિફિકેશન જારી કર્યા બાદથી આયોગને ૮.૫ લાખ પ્રતિસાદ મળ્યા છે.

જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ પણ રાજદ્રોહ કાયદા પર વાત કરી હતી. તેમણે કહ્યું- દેશની એકતા અને અખંડિતતા માટે રાજદ્રોહ કાયદો જરૂરી છે. તેના અહેવાલમાં કમિશને ભારતીય દંડ સંહિતામાં રાજદ્રોહ સંબંધિત કલમ ૧૨૪છ ને જાળવી રાખવાની પણ ભલામણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.