Western Times News

Gujarati News

500 કરોડની હેરાફેરી કેસમાં EDના પૂર્વ ડે. ડાયરેક્ટરના ઘરે જ EDની રેડ

(એજન્સી)નવી દિલ્હી, ઈડીએ બુધવારે મની લોન્ડરિંગના મામલામાં પોતાના જ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે રેડ મારી. સચિન સાવંત પર ૫૦૦ કરોડ રૂપિયાની હેરફેરીનો આરોપ છે. ઈડીના સૂત્રોએ કહ્યું કે સાવંતના મુંબઈ આવાસ સહિત તેમના સંલગ્ન વિભિન્ન પરિસરો પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા. Sachin Sawant, IRS officer who was arrested by the ED in connection with a corruption and disproportionate assets case, deposited Rs 1.25 crore into the accounts of his family members, said the probe agency.

સચિન સાવંત હાલ કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ કેડર મુંબઈ ખાતે IRS ઓફિસર તરીકે કાર્યરત છે. સાવંત અગાઉ ઈડી મુંબઈ ઝોન ૨માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. સચિન સાવંત જ્યારે મુંબઈ ઈડીમાં હતા ત્યારે ડાયમંડ કંપનીની ૫૦૦ કરોડની હેરાફેરીમાં સામેલ હતા.

તેને લઈને ઈડીની ટીમે તેમના લખનઉ અને મુંબઈ સ્થિત ઘરો પર દરોડા પાડ્યા. આ મામલે સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. સચિન સાવંત ૪ વર્ષ સુધી મુંબઈમાં ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.