Western Times News

Gujarati News

કેનેરા HSBC ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રૂપ ટર્મ એજ પ્લાન પ્રસ્તુત કર્યો

  • મૃત્યુ, જીવલેણ બિમારી અને ગંભીર બિમારી સામે પ્રમાણમાં વાજબી ખર્ચે જીવન વીમા કવચ ઓફર કરશે

મુંબઈ, કેનેરા એચએસબીસી ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઇફ ઇન્શ્યોરન્સે મૃત્યુ, જીવલેણ બિમારી અને કંપનીઓનાં કર્મચારીઓને આવરી લેતી ગંભીર બિમારી જેવી આકસ્મિક ઘટનાઓ માટે વીમાકવચ પ્રદાન કરવા ગ્રૂપ ટર્મ એજ પ્લાન લોંચ કર્યું છે, જેથી વિવિધ જોખમો સામે સુરક્ષાકવચ સુનિશ્ચિત થશે. ચાલુ વર્ષે રિન્યૂએબલ ગ્રૂપ ટર્મ પ્લાન ત્રણ કવચનાં વિકલ્પો ધરાવે છે તથા પોલિસીધારકને વિવિધ લાભ પ્રદાન કરે છે.

કેનેરા એચએસબીસી ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અનુજ માથુરેકહ્યું હતું કે, “ગ્રૂપ ટર્મ એજ પ્લાન કંપનીઓને તેમનાં કર્મચારીઓનાં પરિવારજનોની નાણાકીય સુરક્ષા સાથે સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને પર્યાપ્ત વીમાકવચ પ્રદાન કરવા વિકસાવવા આવ્યો છે. આ પ્લાન મૃત્યુ, જીવલેણ બિમારી અને કંપનીઓએ પસંદ કરેલા પ્લાનને આધારે કર્મચારીઓ માટે ગંભીર બિમારી સામે નાણાકીય સુરક્ષા અને વીમાકવચ પ્રદાન કરશે. પોલિસીનાં લાભ ઉપરાંત આ કંપનીમાં કર્મચારીનો વિશ્વાસ પ્રદાન કરશે તથા તેમને કંપનીમાં સુરક્ષા અને ભરોસો જગાવશે.”

પ્લાનની મુખ્ય વિશેષતાઓઃ 3 વીમાકવચમાંથી પસંદગી કરવાની હોય છેઃ

  • વિકલ્પ 1 –ફક્ત મૃત્યુ માટે
  • વિકલ્પ 2 –મૃત્યુ અને જીવલેણ બિમારી (ટીઆઇ)
  • વિકલ્પ 3- મૃત્યુ, જીવલેણ બિમારી (ટીઆઇ) અને ગંભીર બિમારી (સીઆઇ)

    આ માસ્ટર પોલિસીનો વહીવટ સરળ અને અવરોધમુક્ત બનાવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.