Western Times News

Gujarati News

સેવાલીયા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે તા:-૦૩-૧૨-૨૦૧૯ ના મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સ્વામિનારાયણ મંદિર, સેવાલીયા ખાતે સુંદરમ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, તથા બી.આર.સી ભવન ગળતેશ્વરના સયુંકત ઉપક્રમે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોગ્રામ માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ આર્ટીસ્ટએ પોતાની કલાના સૂર રેલાવ્યા હતા. અને લોકોને પોતાની અદ્દભૂદ કલા શક્તિથી મોહિત કરી દીધા હતા.

ગળતેશ્વર તાલુકાની શાળાઓમાં અભ્યાસ  કરતા દિવ્યાંગ બાળકોની ચેતનાને જગાડવા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ કરી એક ઊંચી ઉડાન આપવા પ્રયાસ થકી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં તાલુકા સહિતના દિવ્યાંગ લોકોએ ભાગ લીધો હતો. અને પિન્ટુ વર્મા દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટય કૃત્ય ભજવામાં આવ્યું હતું.ત્યારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, દ્વારા સમાજ સુરક્ષાની નબળા વર્ગો જેવાકે.. સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો, વિકલાંગો, વૃદ્ધ અને કિન્નરો માટેની કલ્યાણ કારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામમાં મહંત સ્વામી (સ્વામિનારાયણ મંદિર, સેવાલીયા), વિમલ ઉપાધ્યાય (અધ્યક્ષ – બિન અનામત આયોગ), બી.સી.સોઢા (ઇ.ચા. તા.વિ. અધિકારી- ગળતેશ્વર), (નિલેશસિંહ સોલંકી, ટી.પી.ઇ.ઓ – ગળતેશ્વર), ફરજાનાબેન રૈયોલીવાળા, (બી.આર.સી – ગળતેશ્વર), યોગેશ શાહ (ભાજપ તાલુકા – પ્રમુખ), પ્રદીપ પ્રજાપતિ,(બીટ નિરીક્ષક, સે-ગામ વિસ્તાર), પ્રદીપભાઈ (પ્રમુખ- ગળતેશ્વર પ્રાથમિક શિક્ષણ સંઘ), સુરેશભાઈ પટેલ (પ્રમુખ- ગળતેશ્વર તાલુકા શૈક્ષીક મહાસંઘ), નીતિનભાઈ પટેલ, (મહામંત્રી , તાલુકા ભાજપ-ગળતેશ્વર), વિનુભાઈ પટેલ, (ખેડા જિલ્લા ભા.જ.પ), જયેશ પટેલ (ટ્રસ્ટી, સ્વામિ નારાયણ મંદિર – સેવાલીયા),  મિહિરસિંહ પરમાર (પ્રિન્સિપાલ – તાલુકા શાળા, સે.ગામ), ધીરજ વાળદ (શિક્ષક- ધી મોર્ડન હાઈસ્કૂલ, સેવાલીયા ગામ) જીતુભાઈ ઉપાધ્યાય, (અગ્રણી) તથા અન્ય ઘણા અગ્રણી આગેવાનો, તાલુકાની શાળાઓના શિક્ષકો, સ્ટાફગણ, ગ્રામજનો તથા સુંદરમ કલાસીસ સેવાલીયા પીન્ટુ ભાઈ વર્મા સહિતની ટીમ હાજર રહી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.