Western Times News

Gujarati News

SPG બીલ રાજ્યસભામાં પાસ : માત્ર વડાપ્રધાનને જ આ સુરક્ષા મળશે

નવી દિલ્હી,  SPG બીલ મંગળવારે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. બીલ પર વોટિંગ પહેલા કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યું. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે  કહ્યું કે, માત્ર ગાંધી પરિવાર જ નહી દેશના દરેક નાગરીકની સુરક્ષા કરવી સરકારની જવાબદારી છે. તેમણે કોંગ્રેસના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં નથી આવી માત્ર બદલવામાં આવી છે.

 

નવા બીલ પ્રમાણે SPGની સુરક્ષા માત્ર વડાપ્રધાનને જ મળશે. કાયદો દરેક માટે સમાન હશે કોઈ એક પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય નહી લેઈ શકાય. ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે, અગાઉ ચારવાર જે ફેરફાર હતા તે એક પરિવારને જોઈને જ કરવામાં આવ્યા હતા, કેમ SPG? બની શકે વડાપ્રધાનથી વધારે સામન્ય માણસ ને હોય જેમ કે અશોક સિંઘલને હતું. SPG બધાં મળીને બને છે. પાંચ વર્ષમાં SPGમાં જ દરેક વ્યક્તિને પરત મોકલી દે છે, તે જ લોકો આપ્યા છે જે ક્યારેક ને ક્યારેક SPGમાં રહ્યાં છે અથવા ટ્રેનિંગ લીધેલી છે.

 

શાહે કહ્યું કે, કોઈ પણને વડાપ્રધાનથી વધારે ખતરો હોય શકે છે તો શું સૌને SPG આપીશું? આ માત્ર વડાપ્રધાન માટે હોવું જોઈએ. આ એક્ટ લાવતા પહેલાં જ એસ્સેસ્મેંટ આ પરિવારની સુરક્ષાનો કરવામાં આવ્યો છે. આગળ જતાં વડાપ્રધાન મોદી પણ પદ પરથી હટશે, ત્યારે તેમને પણ આ સુરક્ષા નહી મળે. આ દેશમાં માત્ર ગાંધી પરિવારની સુરક્ષા જ નહી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પરિવારની પણ સુરક્ષા હટાવી લેવામાં આવી છે. વીપી સિંહ, નરસિમ્હા રાવની પણ હટાવી લેવામાં આવી છે. તેનાથી પણ ઘણાં લોકો નારાજ છે. મનમોહનસિંહની સુરક્ષાને પણ ઓછી કરવામાં આવી છે. ફોર્માલિટી અને વિરોધમાં અંતર હોય છે.

 

શાહે ગુલામ નબી આઝાદનું નામ લઈને કહ્યું કે, આપણે લોકશાહીમાં જીવીએ છીએ. કાયદો સૌને માટે બરાબર હોય છે. અમે પરિવારવાદનો વિરોધ કરીએ છીએ પરિવારનો નહી. તેના આધારા પર દેશનું લોકતંત્ર નહી ચાલવું જોઈએ. સુરક્ષા હટાવવામાં નથી આવી. જેટલા જવાન હતાં તેટલાં જ છે, જે દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પાસે છે તે તેમની પાસે છે. આ દેશના નાગરિકો માટે ઉચ્ચ સુરક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.