Western Times News

Gujarati News

દુબઈમાં મેંદાનો બિઝનેસ કરવાનું સુરતના વેપારીને ભારે પડ્યું

સુરતના વેપારીને ૨૦.૬૮ લાખનો લાગ્યો ચૂનો -હિતેશભાઈને ૧.૨૦ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યુ હતુ, જ્યારે બાકીના ૨૦.૮૬ લાખ ચૂકવવાનું બાકી હતુ

સુરત,  સુરતના વેપારીઓ દેશ વિદેશમાં પોતાની વસ્તુ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતા હોય છે. હીરા, સાડી સહિતની તમામ વસ્તુઓ સુરતમાંથી દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે સુરતના કતારગામમાં આવેલા બાપા સીતારામ ચોકમાં આવેલા પાર્વતીનગરમાં રહેતા હિતેશભાઈ વારીયા એચ.વી.ઈન્ટરનેશનલના નામે મેદાનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરો છે.

તેઓ પોતાની બ્રાન્ડના મેદાને દેશ વિદેશમાં મોકલે છે. તેઓની ઓફિસ સુરતના ડભોલી ખાતે આવેલી છે અને આ ઓફિસથી તેઓ પોતાનો માલ સમાન કચ્છ મોકલે છે અને કચ્છના મુંદ્રા પોર્ટથી પોતાનો માલ સામાન વિદેશમાં એક્સપોર્ટ કરે છે.

મળતી વિગતો અનુસાર, ગત ડિસેમ્બર ૨૦૨૦ના રોજ જ્યારે હિતેશભાઈ વારીઆ પોતાના મિત્રની ઓફિસે બેઠા હતા ત્યારે તેમની ઓળખાણ સુરતના વરાછામાં સૂરમંદિર એપાર્ટમેન્ટમાં રહેતા વિનુભાઈ પાનેલીયા સાથે થઈ હતી. વિનભાઈએ હિતેશભાઈને જણાવ્યુ હતુ કે, તેઓ પણ ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરે છે

અને ત્યારબાદ હિતેશભાઈ અને વિનુભાઈ વચ્ચે ધંધાકીય સબંધ સ્થપાયા હતા. વિનુભાઈએ હિતેશભાઈને કહ્યું હતુ કે, તેઓ તેમની સાથે દુબઈમાં મેદાનો વેપાર કરવા માગે છે અને દુબઈમાં મેદાનો વ્યપાર કરશે તો તેમને સારો એવો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ વિનુભાઈએ હિતેશભાઈને સમસુદ્દીન નામના વ્યક્તિ સાથે વેપાર કરવાની ઓફર આપી હતી.

જેથી હિતેશભાઈએ આ ઓફર સ્વીકારી લીધી હતી. માર્ચ ૨૦૨૧થી જુન ૨૦૨૧સુધીમાં હિતેશભાઈએ ૪ કન્ટેનરમાં ૨૧.૪૭ લાખનો માલ દુબઈ ખાતે મોકલી આપ્યો હતો અને આ માલને દુબઈ પોર્ટથી છોડાવવા માટે ૫૯ હજાર રૂપિયા પણ મોકલ્યા હતા. આ સમયે હિતેશભાઈને ૧.૨૦ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યુ હતુ,

જ્યારે બાકીના ૨૦.૮૬ લાખ ચૂકવવાનું બાકી હતુ. બાકીના પૈસા મેળવવા માટે જ્યારે હિતેશભાઈ વિનુભાઈને ફોન કરતા હતા ત્યારે વિનુભાઈ ગલ્લાતલ્લા કરતા હતા. સમગ્ર મામલે જ્યારે હિતેશભાઈ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ હતી કે, જે કંપનીમાં તેમને માલ મોકલવાનો હતો તે કંપનીમાં માલ મોકલાયો ન હતો

અને વિનુ પાલડિયા અને સમસુદ્દીને સાથે મળીને માલને સગેવગે કરી દીધો હતો. ત્યારબાદ હિતેશભાઈએ વિનુભાઈને ફોન કર્યો ત્યારે વિનુભાઈનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. સમગ્ર મામલે હિતેશભાઈ વારીયાએ વનુભાઈ પાનેલીયા અને કેરલના કન્નુરમાં રહેતા સમસુદ્દીન નામના વ્યક્તિ સામે ૨૦.૮૬ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.