Western Times News

Gujarati News

ગુમ હે કિસી કે પ્યાર મેંના સેટ પર ઘૂસી આવ્યો અજગર

મુંબઈ, પ્રખ્યાત ટીવી અભિનેતા શક્તિ અરોરા સૌથી પ્રતિભાશાળી અને પ્રિય અભિનેતાઓમાંનો એક છે. તાજેતરમાં કુંડલી ભાગ્યમાં તેના અભિનયથી ચાહકોનું દિલ જીત્યા પછી અભિનેતા હવે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. જનરેશન લીપ પછી શક્તિને તાજેતરમાં સીરીયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માટે લેવામાં આવ્યો છે. તે આ શોમાં ઈશાનનું પાત્ર ભજવી રહ્યો છે. શક્તિ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે નવા શોની ઝલક શેર કરી રહ્યો છે.

હવે તેણે કંઈક એવું બતાવ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. શક્તિ અરોરાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સ અને ફોલોઅર્સ સાથે એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે.

ક્લિપમાં અભિનેતાએ શોના સેટ પર અજગરની ચોંકાવનારી ઝલક આપી હતી. સાપ પકડનાર રક્ષકો અજગરને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે સરકી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા શક્તિએ અજગર વિશે અપડેટ શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, ‘આ સુંદર સાપ આજે અમારા સેટ પર પકડાયો હતો અને સાપ પકડનારએ કહ્યું હતું કે આ અજગરે ઓછામાં ઓછા ૧૫૦ ઈંડા મૂક્યા છે. અને ચિંતા કરવાની કોઈ વાત નથી, તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.

કેટલાક ફેન્સએ શક્તિની પોસ્ટના કોમેન્ટ વિભાગમાં તેમની ચિંતા વ્યક્ત કરી, જ્યારે અન્ય લોકોએ ખૂબ જ રમુજી અને સુંદર કોમેન્ટ લખી. એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે સાપ નાગીનના સેટ પર જવા માગતો હતો પરંતુ તે ખોટી જગ્યાએ આવ્યો.’ બીજાએ લખ્યું, ‘સાપની જેમ મારે પણ એન્ટ્રી બતાવવી જાેઈએ.’

એકે કહ્યું, ‘આશા છે કે તમે બધા સુરક્ષિત છો, કાળજી રાખો. લીપ પછી શો સવી (ભાવિકા શર્મા), ઈશાન (શક્તિ અરોરા) અને રીવા (સુમિત સિંહ)ની આસપાસ ફરે છે. સવી, ભવાની, તેના દાદા દાદી અને તેની પિતરાઈ બહેન નલિની સાથે રહે છે. ભવાની ઈચ્છે છે કે સવીના લગ્ન થાય અને તે ભણે નહીં.

બીજી તરફ સાવી તેના માતા-પિતાનું આઈપીએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કરવા માગે છે અને તેના સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરે છે. ભાવિકા, ઈશાન અને સુમિત ઉપરાંત માનસી સાલ્વી, ઈન્દ્રનીલ ભટ્ટાચાર્ય, વૈશાલી ઠક્કર અને પારસ મદન પણ આ શોમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.