Western Times News

Gujarati News

આરબીઆઈ દ્વારા બે સહકારી બેન્કોના લાયસન્સ રદ કરવામાં આવ્યા

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્ક ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે વિવિધ બેન્કોની કામગીરી પર નજર રાખે છે અને જાે કોઈ ક્ષતિ જણાય તો કાર્યવાહી કરે છે. ઘણીવાર ઘણી બેન્કો વિરુદ્ધ વિવિધ નિયમોના ભંગ બદલ રિઝર્વ બેન્ક કાર્યવાહી કરે છે. તાજેતરમાં જ બે સહકારી બેન્કોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. Licenses of two co-operative banks canceled by RBI

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મંગળવારે બે અલગ-અલગ નિવેદનોમાં જણાવ્યું હતું કે બે સહકારી બેન્કોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તેમાં કર્ણાટકમાં તુમકુર ખાતેની શ્રી શારદા મહિલા સહકારી બેન્ક અને મહારાષ્ટ્રમાં સતારા ખાતેની હરિહરેશ્વર બેન્કનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેન્કનું કહેવું છે કે બંન્ને બેન્કો પાસે કામગીરી ચાલુ રાખવા માટે પૂરતી મૂડી નથી. આ સિવાય બંન્ને બેન્કો માટે કમાણી કરવાની કોઈ સંભાવના બચી ન હતી. આવી સ્થિતિમાં તેમનું લાયસન્સ રદ કરવું જરૂરી હતું.

આરબીઆઈએ કહ્યું કે હરિહરેશ્વર કોઓપરેટિવ બેન્કનો બિઝનેસ બંધ કરવાનો આદેશ ૧૧ જૂલાઈ, ૨૦૨૩થી લાગુ થઈ ગયો છે. બેન્કોમાં ગ્રાહકોની ૫ લાખ રૂપિયા સુધીની જમા રકમ સુરક્ષિત છે, કારણ કે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન પાસે આ રકમનો વીમો છે.

જેમની થાપણો ૫ લાખ રૂપિયાથી વધુ છે, તેમના આ મર્યાદાથી ઉપરના રૂપિયા ગુમાવવા પડશે. રિઝર્વ બેન્ક અનુસાર, હરિહરેશ્વર સહકારી બેન્કના ૯૯.૯૬ ટકા થાપણદારોને તેમના કુલ નાણાં DICGC પાસેથી મળશે. આ બેન્કના ગ્રાહકોને DICGC પાસેથી ૮ માર્ચ, ૨૦૨૩ સુધી ૫૭.૨૪ કરોડ રૂપિયા મળ્યા છે.

બીજી તરફ, શ્રી શારદા મહિલા સહકારી બેન્કના કિસ્સામાં લગભગ ૯૭.૮૨ ટકા થાપણદારોને ડ્ઢૈંઝ્રય્ઝ્ર તરફથી સંપૂર્ણ રિફંડ મળશે. DICGCએ આ બેન્કના ગ્રાહકોને ૧૨ જૂન, ૨૦૨૩ સુધી ૧૫.૦૬ કરોડ રૂપિયા પરત કર્યા છે.

રિઝર્વ બેન્કે કહ્યું હતું કે લાયસન્સ રદ્દ થયા બાદ બંન્ને બેન્કો પર બેન્કિંગ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બેન્કો હવે ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારની થાપણો લઈ શકશે નહીં.

રિઝર્વ બેંકે સહકારી કમિશ્નર અને સહકારી મંડળીના રજીસ્ટ્રારને પણ સંબંધિત બેન્કોના કામકાજને રોકવા માટે આદેશ જાહેર કરવા જણાવ્યું છે. આ સાથે કમિશનરને બેન્કો માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.