Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચ્યા યમુનાના પાણી

નવી દિલ્હી, જાે કે શુક્રવારની સવાર થોડી રાહત જાેવા મળી હતી. ઈતિહાસમાં સૌથી વધારે પાણી લઈને વહેતી યમુના નદીનું જળ સ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. મંગળવારે સવાર ૬ વાગ્યે યમુનાનું જળસ્તર દિલ્હીમાં ૨૦૮.૪૬ મીટર નોંધાયું હતું. દિલ્હીમાં યમુનાનું જળસ્તર ભલે કાલની સરખામણીમાં ઘટી રહ્યું હોય, પણ પુરનો ખતરો હજુ ટળ્યો નથી. આ પાણી હવે સુપ્રીમ કોર્ટના પ્રાંગણ સુધી પહોંચી ચુક્યા છે. રાજધાની દિલ્હીના આઈટીઓ વિસ્તાર જળમગ્ન થઈ ચુક્યો છે.

આ વિસ્તારમાં આવેલી કેટલીય સરકારી ઓફિસો પાણીમાં ગરકાવ થઈ છે. કાલે મોડી સાંજે આઈટીઓ પા એક ડ્રેનનું રેગ્યુલેટર ખરાબ થઈ જવાના કારણે પાણીનો રિસાવ શરુ થયો હતો. જે બાદ મોડી રાત સુધી આઈટીઓ વિસ્તાર જળમગ્ન થયો. જ્યાં સુધી પાણીને રોકવામાં આવે ત્યાં સુધીમાં પાણી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચુક્યું હતું. રેકોર્ડ જળસ્તર પર વધ્યા બાદ રાજધાની દિલ્હીમાં યમુનાનું જળસ્તરમાં મામૂલી ઘટાડો નોંધાયો છે.

જાણકારી અનુસાર, યમુનાનું જળસ્તર સતત નીચે આવી રહ્યું છે. પણ હજુએ આ પાણી સર્વાધિક રેકોર્ડ ૨૦૮.૬૬ મીટરથી ફક્ત ૦.૨૦ મીટર જ નીચે આવ્યું છે. યમુનાનું પાણી હવે મહાત્મા ગાંધીની સમાધી સ્થળ રાજઘાટ સુધી પહોંચી ગયું છે. તાજેતરની તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સમગ્ર પાર્ક જળમગ્ન થઈ ગયો છે.

હાલમાં પણ તેજધાર સાથે પાર્કમાં પાણી ભરેલા છે. રાજઘાટ નજીકના વિસ્તારમાં હવે પુરની સ્થિતિ ડરાવાની લાગી છે. આજૂબાજૂના લોકોનું કહેવું છેકે, તેમણે છેલ્લા ૩૦ વર્ષમાં ક્યારેય રાજઘાટની આવી હાલત નથી જાેઈ. આખો રાજઘાટ તળાવ બની ગયું છે. પુરના ખતરાની વચ્ચે દિલ્હીમાં કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

દિલ્હીના શાંતિ વન વિસ્તારમાંથી પણ આવી તસવીરો સામે આવી છે. જેમાં પાણી ભરવાથી લોકોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે અને કોલોનીઓ પણ તળાવ બની ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.